બનાસકાંઠાનો ખેડૂત ક્રોપ કવર દ્વારા ઓફ સિઝનલ શક્કર ટેટીનુ વાવેતર કરી કરે છે લાખોની કમાણી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના ઋતુમાં ટુંકા ગાળાના પાકો તરીકે ઓળખાતાં શક્કરટેટી અને તરબૂચનું વાવેતર ખેડૂતો કરે છે. આ ટેટીને લોકલ સિવાય જમ્મુ કાશ્મીર, દિલ્હી જેવા માર્કેટમાં સારી માંગ હોય છે.

 

શક્કરટેટીનું વાવેતર ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં કરવામાં આવે છે. પરંતુ ધાનેરા તાલુકાના થાવર ગામના ખેડૂત દિનેશભાઈ પટેલ એ ક્રોપ કવરનો ઉપયોગ કરી તેમાં રાસાયણિક ખાતરો તેમજ જુદા જુદા જૈવિક ખાતરો તેમજ જૈવિક બેક્ટેરિયાનો ઉપયોગ કરી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાવેતર દ્વારા ઓછા ખર્ચે ખેતી કરી વધુ નફો મેળવી ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આજના આધુનિક યુગમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના સંપર્કમાં રહી વૈજ્ઞાનિક ડૉ. યોગેશ પવારની દેખરેખ હેઠળ ખેતીમાં અવનવા પ્રયોગો કરી વધુ આવક મેળવતા થયા છે. જેમાં મુખ્યત્વે શક્કરટેટી અને મરચાનો આંતરપાક, શક્કરટેટી અને તરબૂચનું ધરુંથી વાવેતર, ઓફસીઝનલ તરબૂચ, ચોળી જેવા પાકોની ખેતી ખેડૂતોની મહેનત બાદ પાક તૈયાર થાય ત્યારે આ ફળોની આવક બજારમાં વધુ થવાથી સિઝનમાં ઓછા ભાવ મળવાના પ્રશ્નો દર વર્ષે બને છે.

જેની સામે બનાસકાંઠાના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી શક્કરટેટીના ઉત્પાદનમાં નવતર પ્રયોગ કરી રહ્યા છે. તેમજ ક્રોપ કવરની મદદથી શક્કરટેટીનું વાવેતર ફેબ્રુઆરીની જગ્યાએ જાન્યુઆરીમાં જ કરવા લાગ્યા છે. જેમાં પાકને ક્રોપ કવરના લીધે વાવેતરમાં શરૂઆતની અવસ્થામાં રોગ જીવાત તેમજ ઠંડી સામે રક્ષણ મળે છે. જેના લીધે ઉત્પાદન વધુ થાય છે. તેમજ શક્કરટેટીની સિઝનની એક મહિના પહેલા ઉતારો પણ મળવા લાગે છે. જેથી સિઝનમાં મળતા સરેરાશ ભાવ 8-10 રૂપિયાની જગ્યાએ 24-25 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થાય છે અને સરેરાશ આવક કરતા ત્રણ ગણો વધુ નફો મળી રહે છે.

ખેડૂતોને ઓફ સિઝનમાં ખેતી કરવાથી બજાર ભાવ સારા મળે છે. તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરે તો વધુ આવક મેળવી શકે છે. ક્રોપ કવરનો ઉપયોગ શરૂઆતના 25થી 30 દિવસ પૂરતો કરવાનો હોય છે. જેનાથી પાકને ઠંડી સામે રક્ષણ મળે છે. તેમજ શરૂઆતના તબક્કામાં પાકમાં રોગ જીવાત પણ આવતી નથી. ક્રોપ કવરની યોગ્ય જાળવણી કરીને ફરીથી વાવેતર માટે ઉપયોગ કરી શકાય છે.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી પહેલા દિનેશભાઈના ખેતરની ટેટી માર્કેટમાં વેચાણ માટે આવે છે. એમને પહેલાં ચાર વિઘા જમીનમાં ડૉ.યોગેશ પવારની દેખરેખ હેઠળ ક્રોપ કવર દ્વારા ઓફ સીઝનમાં શક્કરટેટીનું વાવેતર કર્યું હતું. જેમાં સતત બે વર્ષ શક્કરટેટી કિલોએ 24થી 25 રૂપિયાના ભાવે બજારમાં વેચાઇ હતી.

જેથી એમને ચોખ્ખો નફો રૂ. 4.44 લાખ થયો હતો. જેથી આ વર્ષે એમને 10 વીઘા જમીનમાં ઓફ સીઝન શક્કરટેટીનું વાવેતર કર્યું છે. ક્રોપકવરનો 3 વર્ષથી ઉપયોગ કરેલ છે. ઓફ સીઝન શક્કરટેટીના વાવેતરમાં પાકને ઠંડીથી બચાવવા તમાટે ક્રોપકવરનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો એક વીઘા જમીનમાં રૂપિયા 12,500 ખર્ચ થાય છે. પરંતુ તેની સામે શક્કરટેટીના ઉત્પાદન સમયે વધુ ભાવ મળી રહે છે અને એક વખત ખરીદી કરેલ ક્રોપકવર
સારી રીતે જાળવણી કરીને મુકેલ જેથી ત્રીજી વખત વાપરેલ છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!