અમીરગઢ નજીકની બનાસ નદીમાં ન્હાવા પડેલા બાળકનું ડૂબી જતાં મોત

- Advertisement -
Share

સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમતે બાળકને બહાર કાઢ્યો પણ બચાવી ન શક્યા

 

અમીરગઢ નજીકથી વહેતી બનાસ નદીમાં ન્હાવા પડેલો બાળક ઉંડા પાણીમાં જતાં ડૂબી ગયો હતો. જેથી તેનું ગુરુવારે મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે.
અમીરગઢ મામલતદાર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે છતાં પણ લોકો જીવના જોખમે નદીના વહેણમાં ઉતરી રહ્યા છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠાની જીવાદોરી ગણાતી રાજસ્થાનમાંથી નીકળતી અને દાંતીવાડા ડેમમાં સમાતી બનાસ નદી છેલ્લા 4 દિવસથી 2 કાંઠે વહી રહી છે.

 

જેથી બનાસ નદીના પટમાં કોઇએ ન ઉતરવા માટે અમીરગઢ મામલતદારે સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે છતાં પણ લોકો જીવન જોખમે નદીના વહેણમાં ઉતરી રહ્યા હોય છે.

 

ત્યારે થોડાક દિવસ આગાઉ અમીરગઢ વિશ્વેશ્વર નદીમાં ન્હાવા પડેલી એક બાળકીનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જે બાદ ગુરુવારે બનાસ નદીમાં બાળક ન્હાવા પડયો હતો.

 

જે ઉંડા પાણીમાં જતાં તે ડૂબવા લાગ્યો હતો. આશરે 10 વર્ષનો બાળક પાણીમાં જીવન અને મૃત્યુ સામે જજૂમી અંતે મોતને ભેટ્યો હતો.

 

બાળક નદીમાં ડૂબવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ મૃત બાળકને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
જોકે, બાળક બચી શક્યો ન હતો. આ ઘટના બાદ પોલીસ ત્યાં આવી હતી અને લાશને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!