રાપરના નિલપર બદરગઢ વચ્ચે એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત, જીપ ચાલકનું ઘટના સ્થળે મોત, 25 ઘાયલ

- Advertisement -
Share

વાગડ વિસ્તારના રાપર નજીક આજે સવારે એસટી બસ અને જીપ વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાતા 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 25થી 30 લોકોને ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલને ખસેડવામાં આવ્યા છે.

 

 

મળતી માહિતી મુજબ ભૂજ રાપર રૂટની એસટી બસ આજે સવારે 06 વાગ્યે ભુજથી ઉપડ્યા બાદ રાપરથી 07 કિમી. દૂર નિલપર બદરગઢ વચ્ચેના માર્ગે એક બોલેરો જીપ સાથે અથડાઈ પડી હતી. જેમાં જીપના ચાલકનું ઘટના સ્થળેજ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. તો જીપમાં સવાર 30 શ્રમજીવી લોકોમાંથી 25 જેટલા મજૂરોને રાપરની સરકારી દવાખાને 108 અને સેવાભાવી લોકોના વાહન મારફતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી અમુક વ્યક્તિઓની હાલત નાજુક હોય તેવા અહેવાલો મળી રહ્યાં છે. આ પૈકી 15 જેટલા લોકોને વધુ સારવાર માટે રાપરથી ભુજ અને અન્ય સ્થળે ખસેસવામાં આવ્યા હોવાનું રાપરના દિપુભા જાડેજાએ જણાવ્યું હતું.

 

 

 

બનાવના પગલે રાપર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે એસટી બસના ચાલકની અટકાયત કરવામાં આવી છે. અકસ્માત રાપરથી 7 કિ.મી. દૂર નિલપર ગામ નજીક બન્યો હતો. જેમાં રાપરથી અંદાજિત 30 જેટલા શ્રમજીવી લોકો પોતાના ઓજાર અને રાસન સામગ્રી સાથે મજૂરી કામે બોલેરો જીપ (નં. GJ-12-BV-3397)માં જવા નીકળ્યા હતા. ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં એસટી બસમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાનું માલુમ પડ્યું હતું, જેના કારણે બસમાં સવાર અંદાજિત 4થી 5 જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. જે તમામ લોકોને 108 તથા વગડવાસી લોકોએ તુરંત બચાવ કામગીરી કરીને હોસ્પિટલે ખસેડવા મદદરૂપ બન્યા હતા. સ્થાનિક લોકોએ મૃત્યુદર વધી શકવાની સંભાવના વ્યક્ત કરી હતી.

 

From –Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!