પાલનપુર આબુ હાઈવે પર મોડી રાત્રે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 ગંભીર ઇજાગ્રસ્ત

Share

પાલનપુર ચિત્રાસણી હાઇવે ઉપર મોડી રાત્રે બે ટ્રકો વચ્ચે અકસ્માત થવાની ઘટના સામે આવી છે. જેમા ટ્રકચાલક અને ક્લિનરને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર યથાવત જોવા મળી રહી છે .જેમાં મોડી રાત્રે પાલનપુર આબુ હાઇવે વચ્ચે ચિત્રાસણી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં ડ્રાઇવર અને ક્લિનરના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતની જાણ એલ.એન્ડ. ટી. વિભાગ અને પોલીસને થતાં પોલીસ તેમજ એલ.એન્ડ.ટી વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરી હતી.

[google_ad]

 

પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામ નજીક હાઇવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લિનર ટ્રકમાં ફસાઈ જતા એલ.એન્ડ. ટી. વિભાગના કર્મચારી અને સ્થાનિક પોલીસની મદદથી ડ્રાઇવર અને ખલાસીને ભારે જહેમત બાદ ટ્રકમાંથી બહાર નીકળવામાં આવ્યા હતા. જોકે ડ્રાઇવર અને ક્લિનરને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

From –Banaskantha Update


Share