ડીસામાં ભારતીય કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતોએ બટાટાના કોલ્ડ સ્ટોરેજનું ભાડું ઘટાડવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

બનાસકાંઠાના ભારતીય કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજના વધતાં ભાડાને લઇને બુધવારે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જો કે, ભાડું ન ઘટે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ એસોસીએશને બટાટાના ભાડામાં કિલોએ 20 પૈસાનો વધારો કરતાં ખેડૂતો પર રૂ. 30 કરોડનો બીજો વધતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો છે.

 

 

ત્યારે બનાસકાંઠા કિસાન સંઘના કાર્યકરોએ કોલ્ડ સ્ટોરેજ એસોસીએશનને રજૂઆત કર્યાં બાદ બુધવારે ડીસાના નાયબ કલેક્ટર કચેરી ભારતીય કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતોએ નાયબ કલેક્ટર યુ.એસ. શુક્લાને આવેદનપત્ર આપી ભાડું ઘટાડવાની માંગ કરી હતી. જો ભાડું ન ઘટે તો આગામી સમયમાં આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

આ અંગે ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ મોહનલાલ ભેરાજી સોલંકીએ જણાવ્યું હતું કે, ‘કોલ્ડ સ્ટોરેજ એસોસીએશનને રજૂઆત બાદ પણ ભાડા વધારો પરત ખેંચાયો નથી.ત્યારે સરકાર રસ રાખી ભાડું ઘટાડવા ખેડૂતોની વ્હારે આવે તેવી માંગ છે.

 

ચાલુ સાલે રાસાયણિક ખાતર ન મળતાં ખેડૂતો કાળા બજારમાં ઉંચા ભાવે ખાતર લાવી વાવેતર કર્યું હતું અને હવે બટાટાના ખોદકામ સમયે પોષણક્ષમ ભાવ ન મળતાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની નોબત પડી છે.

 

ત્યારે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ ભાડું વધારી દેતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે કોલ્ડ સ્ટોરેજ એસોસીએશને ખેડૂતોના હીતમાં નિર્ણય લઇ ભાડું વધારો પરત ખેંચે તેવી ખેડૂતોની માંગ છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!