લાખણીની પરિણીતા યુવતીને ફોનમાંથી ફોટા ડિલીટ કરવા બોલાવી દુષ્કર્મ આચર્યુ

- Advertisement -
Share

બનાસકાંઠાના (Banaskantha) લાખણી તાલુકાના ગ્રામિણ વિસ્તારના ગામમાં એક પરિણીતાના પાસેના ખેતરમાં રહેતા શખ્સે ફોટા પાડી શારીરિક સબંધ બાંધવા માટે બ્લેકમેઇલ કરતો હતો. જોકે,પરિણિતા તાબે ન થઇ ન હતી. જોકે, તેણીને આ ફોટા ડિલીટ કરવા બોલાવી નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ. અને પિયર ન જવા દેવા માટે પતિ- પિતાની હત્યા કરવાની ધમકી આપી ફોટા વાયરલ કરી દીધા હતા.

 

 

 

આ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાના પિયરમાં બાજુના ખેતરમાં રહેતા લાખણી તાલુકાના કોટડા(kotada) ગામના ભાંણાભાઇ તેજાજી ચૌધરીને પરિણીતાના પિતા સાથે ભાઇ જેવા સબંધ છે. આથી તેનો પુત્ર ભરત ચૌધરી પરિણીતાના ખેતરમાં આવતો હતો. અને ચારેક વર્ષ અગાઉ તેણીની સાથે મોબાઇલમાં ફોટા પાડ્યા હતા. જે ફોટા વાયરલ કરવાની ધમકી આપી શરીર સબંધ બાંધવા માટે બ્લેકમેઇલ કરતો હતો.

 

 

 

 

દરમિયાન પંદર દિવસ અગાઉ તેણી પિયરમાં આવી હતી. ત્યારે 6 મેના રોજ કુદરતી હાજતે જતી હતી. તે વખતે ભરત ચૌધરી ફોટા ડિલીટ કરવાનું કહી બોલાવી બળજબરી પુર્વક દુષ્કૃત્ય આચર્યુ હતુ. અને હવે શરીર સબંધ નહી બાંધે અને પિયર જઇશ તો પતિ અને પિતાની હત્યા કરી દેવાની તેમજ ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી

 

 

 

 

જોકે, તેણી પોતાના પિયર જતી રહેતા ભરત ચૌધરીએ તેણીની સાથેના ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ કરી દીધા હતા. આ અંગેની જાણ થતાં પરિણીતાએ તેના વિરૂધ્ધ આગથળા(Aagthala) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!