ડીસામાં સ્થાનિક ગૌસેવકને ચોક્કસ બાતમી મળતાં વહેલી સવારે ગામ નજીક વોચ ગોઠવી હતી જ્યાં બાતમીવાળું પીકઅપ ડાલું આવતાં તેને રોકી તલાશી લેતાં અંદરથી ક્રુરતાપુર્વક બાંધેલી હાલતમાં કુલ 10 પાડા મળી આવ્યા હતા.
આ સાથે 2 ઇસમોને ઝડપી પાડી તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ મથકને જાણ કરાઇ હતી. આ તરફ પશુઓને ડીસા પાંજરાપોળ ખાતી ઉતારી પોલીસે ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના કંસારી ટોલનાકા પાસે વહેલી સવારે કતલખાને લઇ જવાતાં પશુઓને બચાવાયા. દાંતીવાડા કોલોનીના હિમાલયકુમાર રમેશભાઇ માલોસણીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, ધાનેરા બાજુથી એક પીકઅપ ડાલામાં પાડી ભરીને કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે.
જેથી ગૌસેવક સહિતની ટીમે તાત્કાલિક કંસારી ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમીવાળું ડાલું આવતાં તેને રોકી તલાશી લઇ અંદરથી ખિચોખીચ હાલતમાં લઇ જવાતાં 10 જીવીત પાડા મળી આવ્યા હતા.
આજે વહેલી સવારે ગૌસેવક સહિતનાએ કતલખાને લઇ જવાતાં 10 પાડાઓને બચાવ્યા. આ સાથે ચાલક ફઇમભાઇ સલીમભાઇ શેખ (મહંમદપુરા, ગવાડી, ડીસા) અને તોફીકભાઇ દિલાવરભાઇ કુરેશી (પુરગ્રસ્ત કોલોની, ડીસા)ને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા છે.
આ તરફ તમામ પશુઓને રાજપુર ડીસા પાંજરાપોળ- કાંટ ગૌશાળા ખાતે ઉતારી પોલીસે ઇસમો સામે ફરીયાદ દાખલ કરી છે. ડીસા રૂરલ પોલીસે ઇસમો સામે આઇપીસી 279, મોટર વાહન અધિનિયમની કલમ 184, 177 અને પશુઓ પ્રત્યે ક્રૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(a), 11(1)(d), 11(1)(e), 11(1)(h), 11(1)(k) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update