ડીસા તાલુકા પોલીસે ગેરકાયદેસરની હાથ બનાવટની રીવોલ્વર સાથે એક રાજસ્થાની ઇસમની કરી ધરપકડ

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ઝેરડા વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે નાગફણા ગામે ગોગ મહારાજના પાંચમ નીમીતે દર્શનાર્થીઓની ભીડમાં એક એક શખ્સ રિવોલ્વર સાથે ફરતો હોઈ જે બાદ બાતમીના આધારે ડીસા તાલુકા પોલીસેનો સ્ટાફ નાગફણા ગામે આવેલ ગોગા મહારાજના મંદિર પાંચમના મેળામાં ગયેલ ત્યારે એક શખ્સ લાલ કલરના અપાચે બાઇક નં. GJ 08 M 2445 સાથે ફરતો હતો.

તેને ડીસા તાલુકા પોલીસે ઝડપી પાડી નામ પૂછતાં તેને તેનું નામ ખેતદાન છગનદાન ગઢવી રહે. ગુમાની કા તાલા તા. ચૌહટન જી. બાડમેર (રાજસ્થાન) વાળાના જાત કબજામા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે હાથ બનાવટની રીવોલ્વર કી.રૂ. 5,000/- તથા જીવતા રાઉન્ડ -3 કી.રૂ. 150/- તથા મોબાઇલ ફોન કી.રૂ 8000/- તથા મોટરસાયકલ કી.રૂ 40,000/- સાથે કુલ મુદામાલ 53,150/- ના મુદામાલ સાથે મળી આવેલ હોઇ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!