અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું : ગુજરાતભરમાંથી 5500 જેટલાં સંઘો માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી

- Advertisement -
Share

224 કરતાં વધુ સંઘો આદિજાતિના વિવિધ સમુદાયોમાંથી માં અંબાના દર્શનાર્થે આવ્યા

 

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં તા. 5 સપ્ટેમ્બરથી તા. 10 સપ્ટેમ્બર સુધી યોજાયેલા મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.

2 વર્ષ બાદ યોજાયેલા મેળાને લીધે માઇભક્તોમાં અનેરો આંનદ અને થનગનાટ જોવા મળ્યો હતો. જેના લીધે ચાલુ વર્ષે પદયાત્રિકો સાથે માઇભક્તો અને સંઘોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.
સમગ્ર અંબાજી ધામ અને આજુબાજુનો વિસ્તાર ભક્તિમય માહોલ વચ્ચે જય અંબે બોલ માંડી અંબેના નાદથી ગુંજી ઉઠયો હતો.

તા. 5 સપ્ટેમ્બરથી તા. 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાત ભરમાંથી 5500 જેટલાં માઇભક્તોના સંઘ અંબાજી ધામમાં દર્શનાર્થે આવ્યા હતા.

જેમાંથી 224 કરતાં વધુ સંઘો આદિજાતિના વિવિધ સમુદાયોમાંથી માં અંબાના દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી આજુબાજુના આદિજાતિ પટ્ટામાં શક્તિપીઠ અંબાજી પ્રત્યે વિશેષ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે.‌
દર વર્ષે અંબાજી સહીતના આદિજાતિ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો પદયાત્રા અને સંઘ મારફતે અંબાજી આવી માંના ચરણોમાં શિશ નમાવતા હોય છે.

ચાલુ વર્ષે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં બનાસકાંઠા જીલ્લાના 184 ગામ અને સાબરકાંઠા જીલ્લાના 30 એમ મળી કુલ 224 ગામમાં ધજા મોકલવામાં આવી હતી.
જેથી દરેક ગામમાંથી માઇભક્તો ધજા-સંઘ લઇને માતાજીના દર્શને ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવ્યા હતા અને માના આશિર્વાદ મેળવ્યા હતા. જયારે લીમખેડાના સંઘ દ્વારા માં અંબાને 511 ગજની ધજા ચડાવવામાં આવી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!