ડીસામાં મધરાત્રે કચરાના ઢગલામાં અચાનક ભીષણ આગ લાગતાં લોકોમાં અફડા-તફડી મચી

- Advertisement -
Share

નગરપાલિકાની ફાયર-ફાઇટરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

 

 

ડીસા તાલુકાના ભોયણ ગામ નજીક બુધવારની મોડી રાત્રે કચરાના ઢગલામાં અચાનક જોતજોતામાં આગ લાગતાં લોકોમાં અફડા-તફડી મચી ગઇ હતી. જ્યારે ભીષણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. જેથી સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતા ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ હાશકારો અનુભવ્યો હતો.

 

 

ડીસા તાલુકાના ભોયણ ગામ નજીક ડીસન્ટ હોટલના પાછળ કચરાના ઢગલામાં બુધવારની મોડી રાત્રે અચાનક આગ લાગતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે ભીષણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધૂમાડા નીકળતાં દૂરદૂર સુધી દેખાયા હતા. જેથી સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, ડીસા નગરપાલિકાની ફાયર-ફાઇટરની ટીમે કલાકો સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો..

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!