ડીસાના વિઠોદર પાસે રોડ પર અચાનક નિલ ગાય આવી જતા રિફાઇન્ડ તેલ ભરેલ ટેન્કર પલટી

- Advertisement -
Share

ડીસા તાલુકાના વિઠોદર પાસે આવેલ એસ આર પટેલ પંપ પાસે હાઇવે રોડ પર અચાનક નીલગાય આવી જતા રિફાઇન્ડ તેલ ભરેલ ટેન્કરના ચાલકે નીલ ગાયને બચાવવા જતા રોડ પર રિફાઇન્ડ તેલ ભરેલ ટેન્કર પલટી માર્યું હતું. જેમાં ટેન્કરમાં ભરેલ રિફાઇન્ડ તેલ પણ ઢોળાઈ ગયું હતું જેથી ટેન્કર ચાલકને મોટું નુકસાન થવા પામ્યું હતું.

 

બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ રખડતા ઢોરના કારણે જાહેર માર્ગો પર દિનપ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજસ્થાનના નાગોર જિલ્લાના નાવા તાલુકાના ચિતાવા ખાતે રહેતા મુકેશપુરી ગોપાલાલ ગૌસ્વામી ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

તા.03/02/2022ના રોજ અજાપુરા કચ્છમાંથી ટેન્કર નંબર RJ-47-GA-1016માં રિફાઇન્ડ તેલ 40,780 કિલોગ્રામ ભરી વારાણસી ઉત્તરપ્રદેશ જવા માટે નીકળેલ અને તા.04/02/2022 રાત્રીના ચાર વાગ્યાના સમયે વિઠોદર ચોકડી પાસે આવેલ એસ.આર પટેલ પંપ ખાતે આવતા હાઇવે પર પુરઝડપે જઈ રહેલ ટેન્કર આગળ અચાનક નીલ ગાય આવી જતા ટેન્કરના ચાલક મુકેશપુરી ગોપાલાલ ગૌસ્વામી એકદમ ટેન્કરને બ્રેક મારતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિફાઇન્ડ તેલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાતા ટેન્કરની પાઇપનું લોક તૂટી જતા ટેન્કરમાં ભરેલ રિફાઇન્ડ તેલ પણ ઢોળાઈ ગયેલ અને ટેન્કરને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું. જે બાદ આજ રોડ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!