ડીસામાં કોલ્ડ સ્ટોરેજના થયેલા ભાડા વધારાને પરત લેવાની માંગ સાથે કોલ્ડ સ્ટોરેજ એસોસીએશનના પ્રમુખને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં બટાટાની ખેતી કરતાં ખેડૂતોએ શુક્રવારે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં થયેલા વધારાને પરત લેવાની માંગ સાથે કોલ્ડ સ્ટોરેજ એસોસીએશનના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું છે.

 

Advt

 

જ્યારે સાથે સાથે ચિમકી ઉચ્ચારી છે કે, જો તેમની આ માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે.

 

 

ડીસા આજુબાજુના ખેડૂતો માટે રવિ સિઝનને મહત્વની માનવામાં આવે છે અને રવિ સિઝનમાં આ વિસ્તારના ખેડૂતો મોટા ભાગે બટાટાનું વાવેતર કરતાં હોય છે.

 

પરંતુ આ વર્ષે રવિ સિઝનના વાવેતર બાદ વારંવાર થયેલા કમોસમી વરસાદને પગલે બટાટાના ઉત્પાદન પર તેની અસર પડી છે. વારંવાર થયેલા કમોસમી વરસાદથી બટાટાના વાવેતરમાં સૂકારા જેવા રોગો આવ્યા હતા અને તેની અસર ઉત્પાદન પર થઇ હતી.

 

ત્યારે બીજી તરફ બટાટા કોલ્ડ સ્ટોરેજ એસોસીએશન દ્વારા બટાટાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં પણ વધારો કરી દેવામાં આવતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે.

 

બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોએ રવિ સિઝનમાં મોંઘા ભાવે બટાટાનું બિયારણ ખરીદીને વાવેતર કર્યું હતું અને તેના લીધે બટાટાની ખેતીમાં ખેડૂતોને ઉંચી પડતર પડી હતી.

 

પરંતુ આટ આટલી પડતર પડી હોવા છતાં બટાટાના ભાવો ન મળતાં ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. ત્યારે શુક્રવારે ભારતીય કિસાન સંઘ દ્વારા કોલ્ડ સ્ટોરેજ એસોસીએશન સમક્ષ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં ઘટાડો કરવાની વિનંતી કરી છે.

 

ભારતીય કિસાન સંઘના બનાસકાંઠા જીલ્લા પ્રભારી હીરાજી માળી, ડીસા તાલુકા પ્રમુખ મોહનલાલ બી. સોલંકી અને બનાસકાંઠા જીલ્લા સહમંત્રી ટી.એમ. માળીએ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં થયેલા વધારાને લઇ બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસીએશનના પ્રમુખ ફૂલચંદભાઇ કચ્છવા જણાવી રહ્યા છે કે, ‘ભારતીય કિસાન સંઘની રજૂઆતને પગલે કોલ્ડ સ્ટોરેજના ભાડા અંગે વિચાર કરવાની ખાત્રી આપી છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!