બનાસકાંઠામાં આવતીકાલે યોજાનારી બિન સચિવાલય પરીક્ષાને લઈને તંત્ર એલર્ટ મોડમાં

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં આવતીકાલે યોજાવા જઈ રહેલી બિન સચિવાલય પરીક્ષાને લઈને સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તેને લઈને જ જોવા મળી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે યોજાવા જઈ રહેલી સચિવાલય પરીક્ષાને લઇને સંપૂર્ણ પણે સજ્જ જોવા મળી રહી છે.

એક પછી એક ભરતીમાં પેપર લીક થવાના બનાવને લઈને વિધાર્થીઓમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે તેમજ પરીક્ષામાં પેપર ફૂટી જવાના કારણે અનેક પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી રહી છે ત્યારે આવતીકાલે યોજાવા જઈ રહેલી બિન સચિવાલય પરીક્ષા અને લઈને વિધાર્થીઓનું મનોબળ ના તૂટે તેને લઈને ગુજરાત સરકાર દ્વારા સીસીટીવી કેમેરા તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 200થી વધુ કેન્દ્રો પર આવતી કાલે બિન સચિવાલય પરીક્ષા લેવામાં આવશે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જ્યારે બિન સચિવાલય પરીક્ષા આપવા પોતાના કેન્દ્ર પર પહોંચે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરી પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન સર્જાય તેને લઈને સંપૂર્ણપણે બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર એલર્ટ જોવા મળી રહી છે.

 

જો આવતીકાલે યોજાવા જઈ રહેલી બિન સચિવાલય પરીક્ષામાં કોઈ ગેરરીતી કે પછી કોઈ વિદ્યાર્થી વર્ગખંડમાં મોબાઈલ સાથે ઝડપાશે તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ તંત્ર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!