ડીસામાં એક સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

- Advertisement -
Share

 

વેપારી મથક એવા ડીસામાં વાહન ચોરી સાથે સાથે ઘરફોડ ચોરીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પોલીસના ભય વિના તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ડીસા હાઇવે સ્થિત એક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-પાલનપુર હાઇવે ઉપર આવેલ આકાશ વિલા સોસાયટીમાં રહેતાં વિપુલકુમાર દશરથભાઇ સોલંકી ચંડીસરમાં પ્રાઇવેટ નોકરી કરે છે.

 

 

જો કે, ત્રણ દિવસ અગાઉ ડીસાના શાંતિનગરમાં રહેતાં તેમના નાના ભાઇનો ફોન આવેલો કે, મારી પત્નીને ડીલીવરી હોઇ હોસ્પિટલ જવું છે. જેથી વિપુલભાઇ મકાન બંધ કરી પરિવાર સાથે ડીસાના શાંતિનગરમાં તેમના ભાઇને ત્યાં ગયા હતા.

 

જ્યારે રવિવારે તેઓ આકાશ વિલા સોસાયટીમાં તેમના મકાન ઉપર સામાન લેવા પહોંચ્યા તો મકાનનો દરવાજો ખુલ્લો જણાયો હતો અને ઘરનો માલ-સામાન વેરવિખેર પડેલો હતો તેમજ તિજોરી પણ ખુલ્લી પડી હતી અને તપાસ કરતાં તિજોરીમાં પડેલ સોનાની ચેન, સોનાની બુટ્ટી, સોનાની વીંટી અને ચાંદીના અન્ય દાગીના પણ ગાયબ હતા.

 

જ્યારે સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 66,000 ની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!