જગ વિખ્યાત અંબાજી માતાના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. અંબાજી માતાજીના મંદિરે લાખો ભક્તો દ્વારા રોકડ સહિત સોનાના દાન ભક્તો આપી રહ્યા છે. ત્યારે ગુરુવારે 51 શકતી પીઠ અંબાજી મંદિરમાં સુવર્ણ શિખર બનાવવા માટે એક ભક્તે 1 કિલો 100 ગ્રામ સોનાનું દાન કર્યું હતું.

વિશ્વ પ્રખ્યાત શક્તિ પીઠ અંબાજી મંદિર સુવર્ણ શિખર બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. જેમાં અનેક લોકો દાન કરતા હોય છે. આજરોજ એક માઇભક્તે અંબાજી મંદિરમાં 1 કિલો 100 ગ્રામ સોનાનું દાન આપ્યું હતું. જેની 51 લાખ 54 હજાર 600ની કિંમતનું થાય છે. જે અંબાજી મંદિર સુવર્ણ શિખર બનાવવા ઉપયોગ થશે.
From – Banaskantha Update