ડીસામાં રીક્ષા પલ્ટી ખાતાં યુવક ગંભીર

- Advertisement -
Share

ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયો

ડીસામાં મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એલિવેટેડ બ્રિજ નજીક અચાનક રીક્ષા ડીવાઇડર પર ચડીને પલ્ટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં છેલ્લા એક સપ્તાહથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ગત મોડી રાત્રે વધુ એક અકસ્માતમાં રીક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે.
ભોયણ તરફથી એક ડીસા તરફ આવી રહેલા રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં રીક્ષા ડીવાઇડર પર ચડીને પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી રીક્ષા ચાલકને બહાર કાઢ્યો હતો.
અકસ્માતમાં રીક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ વાનની મદદથી સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ડીસા પંથકમાં છેલ્લા 3 દિવસમાં 3 અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!