પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

મુખ્યમંત્રીએ ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમનો રાજ્યવ્યાપ પ્રારંભ કરાવ્યો છે. પાલનપુર તાલુકાના ચંડીસર ગ્રામ પંચાયત ખાતે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, રાજયના નાગરિકોને સરકારી સેવાઓ જેવી કે, આધારકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશનકાર્ડ સહિત 22 જેટલી સેવાઓનો લાભ હવે ગ્રામ પંચાયતમાં જ મળશે. તેમણે કહ્યું કે, વર્ષ-૨૦૧૬માં રાજયમાં નવો પ્રયોગ કરી ૧૦ ગામોનું કલ્સ્ટર બનાવી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેને ખુબ સારી સફળતા મળતાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં હવે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ સમગ્ર રાજયમાં શરૂ કરવામાં આવ્યો છે. કોવિડ-૧૯ની મહામારીમાં ગુજરાતનો નાગરિક સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કોરોના સંક્રમણના ભય વિના સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે જ મેળવી શકે તે માટે ડિજીટલ સેવા સેતુના માધ્યમથી સરકાર દ્વારા નવી શરૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પ્રથમ તબક્કામાં રાજયમાં ૨૭૦૦ જેટલી ગ્રામ પંચાયતોમાં આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડિસેમ્બરના અંત સુધીમાં ૮૦૦૦ ગ્રામ પંચાયતોને આવરી લેવાશે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ૭૪૪ ગ્રામ પંચાયતોમાં આજથી ડિજીટલ સેવા સેતુનો શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રીએ કહ્યું કે, ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમમાં હાલ ૨૨ જેટલી સેવાઓ આપવાની શરૂઆત કરાઇ છે. જેમાં આગળ જતાં ૫૦ જેટલી સેવાઓને આવરી લેવાશે. તેમણે કહ્યું કે, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, આવક-જાતિના દાખલા, સિનિયર સીટીઝન સર્ટિફિકેટ, માઇનોરીટી સર્ટીફિકેટ, વિધવા સર્ટીફિકેટ સહિતની સેવાઓ દરેક ગ્રામ પંચાયતની કચેરીથી મેળવી શકાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિવિધ સેવાઓ માટે હવે એફીડેવીટ કરવાની સત્તા નોટરી, તાલુકા મેજીસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીને પણ આપવામાં આવી છે.

આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, ડિજીટલ સેવા સેતુના માધ્યમથી આવક, જાતિના દાખલા, એફીડેવીટ જેવી 22 જેટલી સેવાઓનો લાભ ઘેર આંગણે પોતાના ગામની ગ્રામ પંચાયતમાં જ મળશે. ગ્રામ્યકક્ષાએ આવી સેવાઓ શરૂ કરવા બદલ સાંસદએ નરેન્દ્રભાઇ મોદી અને વિજય રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સાયન્સ અને ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ તથા સરકારના પારદર્શક વહીવટના લીધે વચેટીયા પ્રથા નાબૂદ થઇ છે જેના કારણે વિકાસના ફળ સીધા લોકો સુધી પહોંચી રહ્યાં છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં માસ્ક, સેનિટાઇઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે જીવવાની આદત પાડવા સાંસદશ્રી પટેલે લોકોને અનુરોધ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, કોરોના કાળમાં લોકોના કામો અટકે નહીં, તથા આ આફતના સમયને અવસરમાં પલટાવી લોકોને પોતાના ગામમાં જ સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આજથી ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ૨૨ જેટલી વિવિધ સેવાઓને આવરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોને બાદ કરતાં બનાસકાંઠા જિલ્લો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટી એ ખુબ મોટો જિલ્લો છે તેથી આ જિલ્લાના નાગરિકો માટે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ ખુબ ઉપયોગી નિવડશે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!