ડીસામાં સપ્તાહ અગાઉ 9 દુકાનોમાં ચોરી કરનાર 4 શખ્સોને પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

ભંગારની દુકાનમાંથી ચોરેલો મુદ્દામાલ પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

 

ડીસામાં સપ્તાહ અગાઉ અલગ-અલગ 9 જેટલી દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ડીસા તાલુકા પોલીસે ઉકેલ્યો છે. ચોરીના મુદ્દામાલ સાથે 4 શખ્સોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં એક જ સપ્તાહમાં અલગ-અલગ 3 જગ્યાએ ચોરી થતાં પોલીસ હરકતમાં આવી ગઇ હતી.

 

જેમાં આર.ટી.ઓ. ચાર રસ્તા નજીક અલગ-અલગ 9 જેટલી દુકાનોમાં ચોરી કરનાર તસ્કરો સી.સી.ટી.વી. કેમેરામાં પણ કેદ થઇ ગયા હતા. જેને શોધવા માટે ડીસા તાલુકા પોલીસે તરત જ અલગ-અલગ 2 ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરી હતી.
રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ વધારી, ટેકનિકલ સર્વેલન્સ અને સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજની મદદથી અગાઉ ચોરીમાં સંડોવાયેલા શંકાસ્પદ લોકોની તપાસ કરતાં ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો.

 

​​​​​​
પોલીસે 9 જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરી કરનાર ભરત લુહાર, વિપુલ લુહાર, પંકજ માજીરાણા અને પ્રકાશ વાલ્મિકીની અટકાયત કરી હતી. જયારે તેમની પાસેથી ભંગારની દુકાનમાંથી ચોરેલો મુદ્દામાલ પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!