એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : અધિકારી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

 

જૂનાગઢમાં સેન્ટ્રલ જી.એસ.ટી. ડીવીઝનની કચેરીના અધિકારી અને કર્મચારીઓ વેપારીઓના માલ સામાનની ગાડીઓ રોકી નાની-મોટી ભૂલો કાઢી કાયદેસરની કાર્યવાહી ન કરી લાંચના નાણાંની માંગણી કરી નાણાં સ્વીકારે છે.

 

પ્રતીકાત્મક તસવીર

 

જેથી જૂનાગઢના એ.સી.બી.ની ટીમને મંગળવારે ખાનગી બાતમી મળતાં છટકું ગોઠવી માલ સામાનનો ટ્રક છોડી આપવાના અવેજ પેટે અધિકારીએ રૂ. 2,000 ની લાંચની માંગણી કરતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

આ અંગેની વિગત એવી છે કે, જૂનાગઢમાં સેન્ટ્રલ જી.એસ.ટી. ડીવીઝનની કચેરીના અધિકારી અને કર્મચારીઓ વેપારીઓના માલ સામાનની ગાડીઓ રોકી નાની-મોટી ભૂલો કાઢી કાયદેસરની કાર્યવાહી ન કરી લાંચના નાણાંની માંગણી કરી નાણાં સ્વીકારે છે.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

જેથી જૂનાગઢના ટ્રેપિંગ અધિકારી અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર વી.આર.પટેલ, જૂનાગઢ એ.સી.બી. એકમ મદદનીશ નિયામક અને સુપર વિઝન અધિકારી બી.એલ.દેસાઇ અને એ.સી.બી. ની ટીમને મંગળવારે ખાનગી બાતમી મળતાં છટકું ગોઠવી માલ સામાનનો ટ્રક છોડી આપવાના અવેજ પેટે સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

સેન્ટ્રલ જી.એસ.ટી. ડીવીઝનની કચેરી નીચે મધુરમ બાયપાસ રોડ નજીક જૂનાગઢના ટેક્ષ આસીસ્ટન્ટ વર્ગ-3 સી.જી.એસ.ટી. ડીવીઝન કચેરીના કિશોરભાઇ રાજાભાઇ પનારાએ રૂ. 2,000 ની લાંચની માંગણી કરતાં રંગેહાથ ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!