ડીસાના ભોંયણ પાટિયા પાસે મોડી સાંજે રાહદારીને બાઈક ચાલકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં રાહદારીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો.
[google_ad]
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોંયણ પાટિયા નજીક એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે ફરી ડીસાના ભોંયણ પાટિયા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે.
[google_ad]
એક રાહદારી યુવક રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે પુર ઝડપે આવી રહેલ બાઈક ચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા રાહદારી યુવક રોડ પર પટકાયો હતો ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક 108ની ટીમને જાણ કરતા 108ની ટિમ ઘટના સ્થળે આવી ઘાયલ યુવકને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો. જેમાં યુવકને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો હતો.
From – Banaskantha Update