ડીસાના આખોલ ચાર રસ્તા નજીક મસમોટા ખાડાઓ પડવાથી વાહનચાલકો ત્રસ્ત

Share

 

ડીસાના આખોલ ચાર રસ્તા પર પડેલા ખાડાઓને લઇ વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના આદેશને ઘોળીને પી ગયા છે.

[google_ad]

 

 

 

સમગ્ર ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવા પામ્યો છે. ત્યારે જ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી દ્વારા ગુજરાતના તમામ માર્ગો ઉપર વરસાદના કારણે પડેલા ખાડા પૂરવા માટેના વહીવટી તંત્રને આદેશો કરવામાં આવ્યા છે.

[google_ad]

 

 

 

જે મંગળવારે સ્ટે બનાસકાંઠા જીલ્લા નેશનલ હાઇવે ઓથોરીટીના સત્તાધીશો ઘોળીને પી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ડીસાના આખોલ હાઇવે પર એટલે ચાર માર્ગીયને જોડતો રોડ છે.

[google_ad]

 

 

જ્યાં રોજના હજારો વાહનોની અવર-જવર જોવા મળતી હોય છે. ત્યારે ડીસાના આખોલ હાઇવે પરના ચાર રસ્તા સર્કલ પર છેલ્લા ઘણા સમયથી વરસાદના કારણે મસમોટા ખાડા પડયા છે. જે ખાડાઓના લીધે છેલ્લા ત્રણ માસથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

[google_ad]

 

 

 

ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા વાહનચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે. છતાં પણ વાહનચાલકોને કોઇપણ જાતની સેફ્ટી આપવામાં આવતી ન હોવાનું દેખાઇ રહ્યું છે. ત્યારે ડીસાના આખોલ ચાર રસ્તા ઉપર પડેલા ખાડાઓને કારણે અનેક વાહનો ખાડામાં પડી રહ્યા છે.

[google_ad]

 

 

 

સાથે સાથે રોજબરોજ સવારથી સાંજ સુધી ટ્રાફીકજામના દ્રશ્યો પણ સર્જાયા છે અને અનેક નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય વાહનચાલકો ઇજાગ્રસ્ત બની રહ્યા છે. ત્યારે ડીસાના આખોલ હાઇવે ચાર રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા તાત્કાલીક અસરથી પુરી અને નવિન ડામર રોડ બનાવવાની માંગ ઉઠી છે.

[google_ad]

 

 

 

પડેલ ખાડાઓને લઇને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે તો બીજી તરફ પડેલ ખાડાઓને લીધે નેશનલ હાઇવે નં. ૨૭ બિસ્માર હાલતમાં હોય ધૂળની ડમરીઓ ઉડતાં લોકોનું આરોગ્ય જોખમમાં મૂકાઇ રહ્યું છે.

[google_ad]

 

 

 

ત્યારે જીલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલીક અસરથી ડીસાના આખોલ ચાર રસ્તા પડેલ મસમોટા ખાડાઓ પૂરવાનો નેશનલ હાઇવે ઓથોરીટીને આદેશ કરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી વ્યક્ત કરાઇ છે.

[google_ad]

 

 

[google_ad]

 

 

[google_ad]

 

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share