પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્યે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનને લઇ વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Share

 

બનાસકાંઠા જીલ્લામાં બે દિવસ અગાઉ કમોસમી વરસાદના કારણે અનેક તાલુકાઓમાં ખેડૂતોને મોટું નુકશાન પહોંચ્યું હતું. ખેડૂતોના પાકોને પહોંચેલા નુકશાનને લઇને પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઇ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી પાલનપુર તાલુકાના ગામડાઓ અને શહેરના ખેડૂતોનો સર્વે કરાવી વળતર ચૂકવવા માંગ કરી હતી.

[google_ad]

 

 

ધારાસભ્યે પાલનપુર તાલુકાના ગામડામાં અને શહેરમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનનો સર્વે કરાવી વળતર ચૂકવવા માંગ કરી હતી. તા. 18 અને 19 નવેમ્બરે થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં વાવેલા પાકને અને ઘાસચારાને મોટું નુકશાન થયું હતું.

[google_ad]

 

 

તાજેતરમાં થયેલા અંદાજીત 4 ઇંચ જેટલા વરસાદથી ખેડૂતોની મિલ્કત અને ઘાસચારાને નુકશાન થયું હતું. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા અગ્રિમતાથી આ સર્વેની કામગીરી કરવામાં આવે તો ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી માંગણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share