પાલનપુરમાં ટ્રાફીકની સમસ્યા લઇ વિવિધ સંગઠનો અને યુવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

Share

પાલનપુર શહેરમાં ટ્રાફીક સમસ્યા લઇ શહેરીજનોને રોડ ઉપર ઉતરવાની શહેરના વિવિધ સંગઠનો અને યુવાનોએ મંગળવારે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. શહેરના રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લાં કેટલાંક વર્ષથી ચાલી રહ્યું છે. જેને લઇ એરોમા સર્કલ પર આખો દિવસ બેથી ત્રણ કિલોમીટર લાંબી કતારો લાગે છે. જેની સમસ્યાથી કંટાળીને વિવિધ સંગઠનો અને યુવાનોએ મંગળવારે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

[google_ad]

 

પાલનપુર હાઈવે પર ટ્રાફીક સમસ્યા એ હદે વકરી છે કે, વાહન ચાલકો સહીત શહેરીજનો પણ પરેશાન થઇ ઉઠયા છે. ત્યારે મંગળવારે જીલ્લા કલેકટરને શહેરીજનોની પંદર દિવસની ચીમકી ઉચ્ચારી છે અને ટ્રાફીક સમસ્યાનું સમાધાન નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકી અને વિરોધ કરાશે. તેમ જણાવ્યું છે.

[google_ad]

advt

 

શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે ત્રસ્ત છે કે, આ ટ્રાફીકમાં થોડા દિવસ અગાઉ એક પ્રસૂતાએ પોતાના ગર્ભમાં રહેલાં બાળક નો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે શાળાના બાળકોને પણ તકલીફ પડે છે. ત્યારે હવે શહેરનીજનો પરેશાન થઇ ગયા છે અને આ સમસ્યાનો જલ્દી હલ લાવવા માંગ કરી રહ્યાં છે.

 

From – Banaskantha Update


Share