આબુરોડ-પાલનપુર હાઈવે પરથી ગાજરના કટ્ટાની આડમાં લઈ જવાતા દારૂ સાથે એક સખ્શ ઝડપાયો

- Advertisement -
Share

રાજસ્થાન પોલીસ સ્ટાફ દ્વારા માવલ પોલીસ ચોકી પર રૂટિન ચેકિંગ દરમિયાન આબુરોડ તરફથી ગુજરાત આવતી એક આઈસર ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે આઈસર ટ્રક ચેક કરતા ગાજર ભરેલી બોરીઓ નીચે દારૂ સંતાડેલો હતો. જેથી ગુજરાતમાં દારૂ ઘૂસે તે પહેલા જ ઝડપી પાડયો છે. ટ્રકમાં કુલ 864 બોટલો કબજે લઈ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આબુરોડ પાલનપુર હાઈવે પર માલવ પોલીસ ચોકી રાજસ્થાન પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ RJ-22-GB-2416 ટ્રક ચેક કરતા ગાજરની બોરિયો નીચે સંતાડી દારૂ ભરી ગુજરાતમાં લઈ જવાના પહેલાં જ રાજસ્થાન પોલીસે ટ્રકને ઝડપી પાડ્યું છે.

જેમાં ટ્રક ચાલક રામ દયાલ રામલાલ ઝાટ રહે.રામનગર પોલીસના ડાંડિયાવાસ જિલ્લા જોધપુરને ઝડપી પાડી ટ્રકમાંથી કુલ 864 બોટલો દારૂની કબ્જે લઈ ચાલાક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!