ડીસાના કુચાવાડામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના કુચાવાડા ગામમાં એક દુકાનમાં તબીબની ડિગ્રી વગર એલોપેથી દવાઓથી લોકોની સારવાર કરી ખાનગી તબીબની પ્રેક્ટિસ કરતાં હોવાની હકીકત આધારે બુધવારે ઓચિંતી તપાસ કરી એક શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કુચાવાડા ગામમાં કુચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડૉ. અશોકભાઇ એલ. પરમારને કુચાવાડા ગામમાં ડિગ્રી વગર એક શખ્સ ખાનગી તબીબની પ્રેક્ટિસ કરતાં હોવાની

 

મળેલી ખાનગી બાતમીના આધારે નયનેશભાઇ બાબુભાઇ મેવાડા (ફાર્માસીસ્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-કુચાવાડા), આશિષભાઇ મણીભાઇ લીંબાચીયા (સુપરવાઇઝર મેલેરીયા શાખા-પાલનપુર) અને હેમાભાઇ નરસંગભાઇ ચૌધરી

 

(લેબોરેટરી ટેકનીશિયન-પાલનપુર) માં મંગળવારે ઓચિંતી તપાસ હાથ ધરી કુચાવાડામાં દેના ગ્રામિણ બેંકની બાજુમાં આવેલ જગ્યાએ એક દુકાનમાં ઇદ્રીશભાઇ અયુબભાઇ મેમણ (રહે. મહુડી, તા.દાંતીવાડા, મૂળ રહે. જૂનાડીસા, તા.

 

ડીસા) તેઓ તબીબ તરીકે પ્રેકટીસ કરતાં હોઇ તેઓની લાયકાત અંગેનું ડિગ્રી સર્ટીફીકેટ માંગતા તેમની પાસે કોઇ સર્ટીફીકેટ મળી આવેલ નહીં અને તેઓએ ધો. ૧૦ સુધી અભ્યાસ કરેલ હોવાનું જણાવ્યું હતું.

 

જ્યારે આ શખ્સ કુચાવાડા ગામમાં પોતાનું દવાખાનુ ચાલુ કરી છેલ્લા ૪ વર્ષથી એલોપેથિક દવાઓ વડે લોકોની તબીબી પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર રીતે દવાઓ રાખી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં હોવાનું જણાઇ આવતાં

 

કુચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરે ડીસા તાલુકા પોલીસ મથકે ઇદ્રીશભાઇ અયુબભાઇ મેમણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!