ભાભરમાં મહીલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરતો શખ્સ ઝડપાયો : એક ફરાર

- Advertisement -
Share

ભાભર હાઇવે પર આવેલી સુવ્રત સોસાયટીમાં બંને બાઇક સવારો મંગળવારે રાત્રિના સુમારે આવી મહીલાના ગળામાં પહેરેલી ચેઇનની તફડંચી કરતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ બાઇક સવાર પાછળ દોડી એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને એક શખ્સ બાઇક લઇને ફરાર થવામાં સફળ થયો હતો. આ અંગે મહીલાએ ભાભર પોલીસ મથકે ચેઇનની ચીલઝડપ કરનાર બંને શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ભાભર શહેરમાં હાઇવે પર આવેલી સુવ્રત સોસાયટીમાં બંને બાઇક સવારો મંગળવારે રાત્રિના સુમારે આવ્યા હતા અને મહીલાના ગળામાં પહેરેલી ચેઇનની તફડંચી કરતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ બાઇક સવાર પાછળ દોડી એક શખ્સને દબોચી દીધો હતો અને એક શખ્સ બાઇક લઇને ભાગી જવામાં સફળ થયો હતો. જેમાં ઝડપાયેલો શખ્સ કુંવાળા ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 

 

 

જ્યારે ઝડપાયેલા શખ્સને પોલીસના હવાલે કર્યો હતો તેમજ ઝડપાયેલા શખ્સની પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તો અનેક ગુનાઓ બહાર આવી શકે તેમ છે. આ અંગે ભાભર પોલીસ મથકે મહીલાએ ચેઇનની ચીલઝડપ કરનાર બંને શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!