હાલોલમાં 2 ગૌવંશ કતલ કરેલી હાલતમાં અને એક જીવિત મળી આવ્યા : ગૌ માસ વેચાણ કરતા 4 ઝડપાયા, એક શખ્સ ફરાર

- Advertisement -
Share

હાલોલ ટાઉન પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે ખોખર ફળિયા ખાતે ફારૂક મેતર અને અજીત મેતર મકાનમાં બહારથી ગૌવંશને લાવી કત્લ કરી ગૌવંશનું માસ વેચે છે. જેના આધારે પોલીસે છાપો મારતા અજીત મેતર પોલીસને જોઈ ભાગી છુટયો હતો.

જ્યારે પોલીસે સ્થળ પરથી ફારૂક મેતર, મહેબૂબ બેલિમ, મેમુદ મલેક અને કરીમશા દિવાનને ઝડપી મકાનમાં તપાસ કરતા બીજા રૂમમાંથી બળદ કતલ કરેલ હાલતમાં મળ્યો હતો. જ્યારે મકાનની પાછળ પણ તપાસ દરમ્યાન વધુ એક બળદ કતલ કરેલ હાલતમાં મળ્યો હતો.

જ્યારે બાજુમાં જ આવેલા લાકડાના શેડવાળા મકાનમાંથી પણ પોલીસને એક બળદ ક્રૂરતાપૂર્વક દોરડાથી બાંધી ઘાસચારાની કે પાણીની સગવડ કર્યા વિના બાંધી રાખેલ હાલતમાં મળી આવતા પોલીસે તેને બચાવી લીધો હતો. જ્યારે કત્લ કરેલ હાલતમાં મળી આવેલ બે બળદના મૃતદેહને પોલીસે એક સરકારી ખરાબાની જમીનમાં દફનાવ્યાં હતા.

જેમાં બે કત્લ કરેલ હાલતમાં મળી આવેલ બળદ અને એક જીવિત મળી આવેલ બળદ મળી કુલ 30,000 કિંમતના 3 ગૌવંશ અને સાધનો મળી કુલ 31,300નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા ચાર આરોપીઓ તેમજ ફરાર થયેલા અજીત ઐયુબ મેતર મળી કુલ પાંચ ઇસમો સામે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!