પાટણમાં શોર્ટ સર્કીટથી ઘરમાં આગ ભભૂકી ઉઠી : ઘરવખરી સહીત વેચાણ માટે લાવેલા કપડાં બળીને ખાક થતાં નુકસાન

Share

પાટણના મોતીસા વિસ્તારમાં ધનતેરસની રાત્રે શોર્ટ સર્કીટથી ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી વેચાણ માટે ઘરમાં લાવેલો કપડાનો માલ સહીત ઘરવખરી સળગી ઉઠી હતી. આ ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતાં ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

[google_ad]

પાટણ શહેરના મોતીસા દરવાજા બહાર આવેલી દંતાણી સોસાયટીમાં મંગળવારે રાત્રે આત્મારામ દંતાણીના ઘરમાં કોઈ કારણોસર ઘરની વિજ લાઇનમાં શોર્ટ સર્કીટ થતાં આગ લાગી હતી.

[google_ad]

 

જેથી ઘરમાં શિયાળાના વેચાણ માટે ખરીદી કરીને લાવેલા કપડાના સામાનમાં આગ પ્રસરી હતી. આગની ઘટનામાં ઘરના દરવાજા સહીત ઘરવખરી તેમજ કપડાનો માલ બળીને ખાક થઈ ગયો હતો.

[google_ad]

advt

આ ઘટનાની જાણ ફાયર ફાઈટરને કરવામાં આવતાં મીની ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પણ કાબૂ મેળવી લીધો હતો. જેથી આગ વધુ ન પ્રસરતા મોટી દુર્ઘટના ટળી હતી.

 

From – Banaskantha Update


Share