ડીસાના જૂનાડીસા નજીક જીપના ચાલકે ઉંટ લારીને ટક્કર મારતાં 2 યુવકો ગંભીર

- Advertisement -
Share

 

ડીસાના જૂનાડીસા નજીક આવેલ ગંગાજી વ્હોળાના બ્રિજ પર ઉંટ લારી પસાર થઇ રહી હતી. તે દરમિયાન એક જીપના ચાલકે ઉંટ લારીને ધડાકાભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉંટ લારી પર સવાર 2 યુવકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

 

ડીસાના વણઝારાવાસમાં રહેતાં અર્જુનભાઇ પવનભાઇ પટણી ઉંટ લારી ચલાવી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ અર્જુનભાઇ પટણી અને તેમની સાથે રાકેશભાઇ પુનાભાઇ પટણી તેમની ઉંટ લારી લઇ જૂનાડીસાથી ડીસા આવી રહ્યા હતા. ગંગાજી વ્હોળા બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા.

 

તે દરમિયાન તેમની પાછળ જીપના ચાલક પૂરઝડપે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી આગળ જઇ રહેલ ઉંટ લારીને ધડાકાભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

 

અકસ્માતમાં ઉંટ લારી ભાગી નાખી હતી અને ઉંટ લારી પર સવાર અર્જુનભાઇ પટણી અને રાકેશભાઇ પટણી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં જીપ નં. GJ-06-Z-5609 પોતાની ગાડી લઇ ફરાર થઇ ગયો હતો.

 

જે બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. તાત્કાલીક 108 વાનને જાણ કરતાં 108 વાનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી 2 યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

જ્યારે વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કરાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે જીપના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!