ધાનેરાના એક ખેતરમાં પોલીસે રેડ કરી વિદેશી દારૂ સાથે જી.આર.ડી. ના જવાન સહીત 3 શખ્સો ઝડપ્યા

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના મગરાવા ગામના એક ખેતરમાં એલ.સી.બી. પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી જી.આર.ડી.ના જવાન સહીત 3 શખ્સોને વિદેશી દારૂ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-698, મોબાઇલ નંગ-3 કુલ રૂ.1,01,372 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે તમામ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

 

Advt

 

આ અંગેની વિગત એવી છે કે, એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં રહેતાં સોમાભાઇ કરશનભાઇ માજીરાણાના ખેતરમાં અચાનક રેડ કરતાં દેવદાનભાઇ જેસુંગભાઇ પટેલ, વિરભાણભાઇ જેસુંગભાઇ પટેલ (બંને રહે. મગરાવા, તા. ધાનેરા), પ્રકાશભાઇ મહાદેવભાઇ દરજી (રહે. ભાંજણા, તા. ધાનેરા) અને કપિલભાઇ પૂનમારામ વિશ્રનોઇ (રહે. જાટાડા, તા. ચીતલવાણા) નાઓએ એકબીજાના મેળાપીપણાથી વિદેશી દારૂની બોટલ નંગ-698 કિંમત રૂ. 9087, મોબાઇલ નંગ-3 કિંમત રૂ.10,500 કુલ રૂ.1,01,372 ના મુદ્દામાલ સાથે દેવદાનભાઇ જેસુંગભાઇ પટેલ (રહે. મગરાવા, તા. ધાનેરા), પ્રકાશભાઇ મહાદેવભાઇ દરજી (રહે. ભાંજણા, તા. ધાનેરા) અને કપિલભાઇ પૂનમારામ વિશ્રનોઇ (રહે. જાટાડા, તા. ચીતલવાણા) વાળાઓ આબાદ ઝડપાઇ ગયા હતા. જ્યારે અનિલ ચાદમલ રજકા (રહે. સરસ્વતી મહોલ્લા, ગીલુણ્ડ રાજસમંદ-રાજસ્થાન) વાળાએ માલ ભરાવી ધાનેરા પોલીસે તમામ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ધાનેરા પોલીસે જી.આર.ડી. ના જવાન સહીત 3 શખ્સોને રૂ. એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં ખેતરમાં અચાનક એલ.સી.બી. પોલીસે રેડ કરી દારૂ મંગાવનાર 3 શખ્સો સામે ધાનેરા પોલીસે રૂ. એક લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આમાં એક જી.આર.ડી. નો જવાન પણ સામેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.’

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!