બનાસકાંઠાના થરા માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળીની જાહેર હરાજીથી વેચાણની શરૂઆત

- Advertisement -
Share

થરા માર્કેટયાર્ડમાં ગુરુવારે કપાસ તેમજ મગફળીની હરાજીની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિથી કુમકુમ તિલક કરી ગોળ ધાણા વહેંચી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કપાસના ભાવ મણના 1620થી 2011, મગફળીના ભાવ 1151થી 1385 સુધીના રહ્યા હતા.

 

થરા માર્કેટમાં ગુરુવારે પ્રથમ દિને શરૂઆતમાં જ કપાસ 500 મણ તેમજ મગફળી 151 બોરીની આવક થઈ હતી. કપાસ તેમજ મગફળી વિવિધ એક્સપોર્ટ કરતી કંપનીઓ દ્વારા વહેપારીઓના માધ્યમથી ખરીદી કરવામાં આવે છે. જેમાં પ્રથમ દિને કપાસના ભાવ મણના 1620થી 2011, મગફળીના ભાવ 1151થી 1385 સુધીના રહ્યા હતા.
માર્કેટયાર્ડના કર્મચારીઓની સીધી દેખરેખ હેઠળ ખેડૂતોના માલની જાહેર ખુલ્લી હરાજી થાય છે. તોલ થયા પછી તુરંત જ રોકડા નાણાં ખેડૂતોને ચુકવવામાં આવતા હોવાથી ખેડૂતો ખુશખુશાલ હોય છે. એક્સપોર્ટ કરતી કંપનીઓ દ્વારા ખરીદી થતી હોઈ થરા માર્કેટયાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે છે.
મુહુર્તની હરાજીમાં માર્કેટયાર્ડ સેક્રેટરી હસમુખભાઈ ચૌધરી, સંજયભાઈ ચૌધરી, વહેપારી એસોસિએશન પ્રમુખ માનસુંગભાઈ ચૌધરી, ઉપપ્રમુખ પ્રદીપભાઈ કોટક, ઉપપ્રમુખ રમેશભાઈ જોષી, મંત્રી રાજુભાઈ પ્રજાપતિ, સહમંત્રી સુરેશભાઈ જોષી, દિલીપભાઈ ઠક્કર, હેમુભાઈ જોષી, ઉમેદભાઈ જોષી, હસુભાઈ બારોટ તેમજ માર્કેટયાર્ડના તમામ વહેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!