ડીસામાં એક્ટીવા ચાલકે સાઇકલ સવારને ટક્કર મારતાં ગંભીર

- Advertisement -
Share

 

ડીસાના વિરેન પાર્ક રોડ પર બુધવારે એક્ટીવા ચાલકે સાઇકલ ચાલકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સાઇકલ પર સવાર યુવક રોડ પર પટકાતાં ગંભીર ઇજાઓ થઇ હતી. જે બાદ 108 વાન મારફતે સાઇકલ સવાર યુવકને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

 

ત્યારે 6 દિવસ અગાઉ ડીસા તાલુકાના રસાણા મોટામાં રહેતાં સેંધસિંહ વજેસિંહ ચૌહાણ (દરબાર) અને ડીસા એસ.ટી. ડેપોમાં હેલ્પર તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

તે પોતાની સાઇકલ રીપેરીંગ અને ઘરનું કામકાજ હોવાથી તે સાઇકલ લઇ ડીસા આવ્યા હતા અને પોતાનું કામકાજ પતાવી પરત ડીસાના વિરેન પાર્ક રોડ તરફથી પાટણ રોડ તરફ પોતાની સાઇકલ લઇ જઇ રહ્યા હતા.

 

તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલ એક્ટીવા નં. GJ-08-BM-7910 ના ચાલકે સાઇકલ પર સવારને ધડાકાભેર ટક્કર મારતાં સાઇકલ સવાર રોડ પર પટકાયા હતા. એક્ટીવા ચાલક પોતાની એક્ટીવા લઇ ફરાર થઇ ગયો હતો.

 

જે બાદ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલીક 108 વાનને જાણ કરતાં 108 વાનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત સાઇકલ સવારને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ધર્મપત્ની ગીતાબેન સેંધસિંહ ચૌહાણ (દરબારે) ડીસા દક્ષિણ પોલીસ મથકે એક્ટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!