પાલનપુરમાં બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 4 ઘાયલ

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના માલણ હાથીદરા માર્ગ પર બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઈક સવાર ચાર યુવકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓને 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.

Advt | *T&C apply

બનાસકાંઠા યોજના ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

પાલનપુર તાલુકાના માલણથી હાથીદરા તરફ જતા માર્ગ પર અમરપુરા નજીક સોમવારે બે બાઈક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અગમ્ય કારણોસર બે બાઈક ચાલકો સામસામે અથડાતાં રોડ પર ફેંકાઈ ગયાં હતા.

જેમાં બાઈક પર સવાર ચાર યુવકોને હાથ પગે અને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. બનાવને પગલે આસપાસમાંથી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને આ બાબતે 108ને જાણ કરવામાં આવતા પાલનપુરી 108 અને જલોત્રા 108ના ઇએમટી અને પાયલોટ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખાતે લઈ જવામાં આવ્યાં હતાં.

 

ઈજાગ્રસ્તોના નામ:

1.પપ્પુભાઈ ડાભી ઉ.વ.26
2.ઈશ્વરભાઈ ગમાર ઉ.વ.28
3.રમેશભાઈ બુંબડીયા ઉ.વ.23
4.વિકાસભાઈ કોંકડિયા ઉ.વ.20

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!