#Banaskantha ડીસામા ગેસના બાટલાના ભાવ વધારા સામે AAPનો વિરોધ પ્રદર્શન
આમ આદમી પાર્ટીએ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપી ભાવ વધારો પાછો ખેંચવા રજુઆત
બનાસકાંઠા માં સરકાર દ્વારા રાંધણ ગેસ સિલિન્ડર માં કરેલા તોતિંગ ભાવ વધારા સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો અને ભાવ વધારો પાછો ખેંચવા માટે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેમજ આ ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે
છેલ્લા બે મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડર ના ભાવમાં અસહ્ય વધારો ઝીંકી દેવામાં આવ્યો છે જેના કારણે આમ આદમીની કમર તૂટી ગઈ છે વારંવાર ભાવ વધારાના કારણે સામાન્ય માણસ નું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે જેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અવાજ ઉઠાવ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે ડીસામાં સાઈબાબા મંદિર થી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. સરકાર વિરોધી સુત્રોચાર અને નારાઓ સાથે આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી મોંઘવારી સામે વિરોધ દર્શાવ્યો હતો.
ફેબ્રુઆરી મહીનામા જ ગેસ સિલિન્ડર ના ભાવ માં ત્રણ વાર વધારો થયો છે અને આ સતત છેલ્લા બે મહિના
થી ભાવ વધારો ચાલુ છે ત્યારે જો ગેસ સિલિન્ડર માં થયેલ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે