ડીસામાં 8 વર્ષ બાદ પુત્રનું પરિવારજનો સાથે મિલન થતાં ખુશીનો માહોલ છવાયો

- Advertisement -
Share

 

ડીસાના વાડી રોડ વિસ્તારમાંથી 8 વર્ષ પહેલાં ગુમ થયેલો ગુરૂવારે યુવક અચાનક મળી આવતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગુમ થયેલો યુવક માનસિક રીતે અસ્થિર હતો અને તેના ગુમ થયા બાદ પરિવાજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.

 

 

ડીસાના વાડી રોડ વિસ્તારમાં રહેતાં હસ્તીમલભાઇ ચૌહાણને 4 પુત્રો છે. 4 પુત્રો પૈકી બીજા નંબરનો પુત્ર દિનેશ માનસિક રીતે અસ્થિર મગજ ધરાવે છે અને લગભગ 8 વર્ષ પહેલાં અચાનક દિનેશ ઘરેથી કહ્યા વગર જતો રહ્યો હતો.

 

 

દિનેશે અચાનક ઘર છોડી દેતાં હસ્તીમલભાઇ અને તેમના અન્ય પુત્રો તેમજ પરિવારજનોએ દિનેશની ભારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ 4-4 વર્ષ સુધી શોધખોળ કર્યાં બાદ હતાશ થઇ ગયા હતા.

 

ત્યારે ગત તા. 18 જાન્યુઆરીના દિવસે તેમનો ગુમ થયેલો પુત્ર દિનેશ રાજસ્થાનના ભરતપુરમાં આવેલા અપના ઘરમાં હોવાની જાણ થતાં ત્યાંથી ડીસા ઉત્તર પોલીસ મથકને જાણ કરાઇ હતી.

 

ડીસા ઉત્તર પોલીસે આ અંગે દિનેશના પરિવારજનોને જાણ કરતાં દિનેશના પરિવારજનોએ વિડીયો કોલ પર ખાત્રી કરતાં આ યુવક તેમના પરિવારનો દિનેશ હોવાનું જ જાણવા મળ્યું હતું.

 

જેથી તાત્કાલીક આ પરિવારના લોકો ભરતપુર પહોંચ્યા હતા અને દિનેશને પરત લાવ્યો છે. દિનેશ 8 વર્ષ બાદ પરત આવતાં તેના પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. જ્યારે ગુરૂવારે પરિવારના સભ્યોને મળ્યા ત્યારે ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!