અંબાજી મંદિર કરોડો માઇ ભક્તો માટે પરમ શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ કામોની ચર્ચા માટે પાલનપુર મુકામે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
અંબાજી મંદિરે દૂર દૂરથી લોકો માતાજીના દર્શન અને પૂજા-અર્ચના માટે આવે છે. ત્યારે અંબાજી દર્શનાર્થે આવતા માઇ ભક્તોને તકલીફ ન પડે અને સુવિધાસભર બનાવવા કયા કયા કામો કરવા જોઇએ તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
જ્યારે અંબાજીમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા અને સલામતિને ધ્યાનમાં રાખી મંદિરનો પોતાનો ડિઝાસ્ટર પ્લારન બનાવી તૈયાર રાખવા કલેક્ટરે સુચના આપી હતી.
From – Banaskantha Update