વાવની ઢીમા દૂધ મંડળીના મંત્રીના વિવાદ વચ્ચે ગ્રાહકોના અંદાજે 68 લાખ રૂપિયા સલવાયા

Share

વાવ તાલુકાની ઢીમા ગામ દૂધ મંડળીના ગ્રાહકોના 68 લાખ રૂપિયા જેટલી રકમ ભાવ વધારાના જે રૂપિયા વિતરણ કરવાના હતા તે હજુ સુધી ગ્રાહકોને વિતરણ કરવામાં આવ્યા નથી.

[google_ad]

દુધ ડેરી છેલ્લા દોઢેક મહિનાથી બંધ હાલતમાં છે. જેથી થોડા દિવસો અગાઉ જ ડેરીના ચેરમેનના ચૌહાણ હરિશ્ચંદ્રસિહની અધ્યક્ષ સ્થાને મીટીંગ બોલાવવામાં આવી હતી જે મિટિંગની અંદર નવા મંત્રીની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ કોઇ કારણસર હજુ સુધી ડેરીના તાળા ખોલવામાં આવ્યા નથી.

Advt

[google_ad]

જેને લઇને ડેરીના એક હજાર ઉપરના ગ્રાહકો મંત્રીના પ્રશ્નને લઈને તોબા પોકારી ગયા છે. ગ્રાહકોના ભાવ વધારા પેટેના 68 લાખ રૂપિયા હજુ સુધી વિતરણ કરવામાં આવતા નથી જેને લઇને ગ્રાહકો મુંઝવણમાં મુકાયા છે. જોકે આ બાબતથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિકક ધોરણે ડેરીને ચાલુ કરવામાં આવે તેવી ગ્રાહકોની રાવ ઉઠી છે અને ભાવ વધારાના પેટેના રૂપિયા ગ્રાહકોના ખાતામાં જમા કરાવવામાં આવે ગ્રામજનોની માંગ છે.

 

From – Banaskantha Update


Share