માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઇનસ બે ડિગ્રીએ પહોંચતાં અનેક વિસ્તારોમાં બરફ છવાયો

- Advertisement -
Share

 

 

બનાસકાંઠાની અડીને આવેલા રાજસ્થાન હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન સોમવારે માઇનસ ચાર અને મંગળવારે માઇનસ બે ડિગ્રીએ પહોંચ્યું છે.

 

 

જેમાં પાણીના કુંડ-બગીચામાં બરફ છવાયો હતો. સતત બે દિવસથી માઇનસમાં તાપમાન રહેતાં સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની અનેરો અહેસાસ માણી રહ્યા છે.

 

બનાસકાંઠા જીલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. બે દિવસથી ઉત્તર ગુજરાત સહીત રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને લઇ લઘુતમ તાપમાન વધ્યું હતું.

 

જો કે, ફરીથી ઉત્તર ગુજરાત સહીત રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં વાદળો હટતાં ફરી એક વખત ઠંડીનો પારો ગગડયો છે. જેમાં માઉન્ટ આબુમાં સોમવારે માઇનસ ચાર અને મંગળવારે માઇનસ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

સતત બે દિવસથી માઇનસમાં તાપમાન નોંધાતા વહેલી સવારે માઉન્ટ આબુના અનેક વિસ્તારોમાં-ગાર્ડનમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો. જ્યારે પાણીના કુંડા અને ગાડી ઉપર જેવા અનેક સ્થળો પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો.

 

બે દિવસથી પડી રહેલી ઠંડીના કારણે માઉન્ટ આબુમાં જન જીવન ઉપર અસર પડી છે. જો કે, માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઉમટી પડયા હતા. ચારે બાજુ બરફ જોતાં સહેલાણીઓ તેનો આનંદ માણી રહ્યા છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!