ડીસામાં એક પરિણીતાને ત્રાસ આપતાં 4 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

 

ડીસાની એક પરિણીતાને તેના સાસરી પક્ષના લોકો દ્વારા દહેજની માંગણી કરી અવાર-નવાર મારઝૂડ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતાં ડીસાની એક પરિણીતાએ તેના પતિ સહીત સાસુ-સસરા અને દિયર સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના ગુલબાણીનગરમાં દિનેશભાઇ જોષીની દીકરી જયશ્રીબેનના લગ્ન તા. 17/05/2019 ના રોજ સમાજના રીત-રીવાજ મુજબ મહેસાણા જીલ્લાના લાખણોજમાં રહેતાં ગોવિંદભાઇ મણિશંકર દવેના દીકરા પંકજ સાથે થયા હતા.

 

લગ્ન બાદ જયશ્રીબેન મહેસાણાના લાખણોજમાં હતા. તે દરમિયાન સાસુ શોભનાબેન ગોવિંદભાઇ દવે અને સસરા ગોવિંદભાઇ મણિશંકર દવે જયશ્રીબેનને વારે ઘડીએ દહેજમાં એક રૂપિયો કે દર દાગીના લાવેલ નથી.

 

તેમ કહી જયશ્રીબેનના પતિ પંકજભાઇને ચડામણી કરી અવાર-નવાર જયશ્રીબેનને ત્રાસ આપી હેરાન-પરેશાન કરી મારઝૂડ કરતા હતા અને નાની-નાની બાબતે ઝઘડો કરી મેણા-ટોણા મારી મા-બેન સામા અપશબ્દો બોલતા હતા.

 

પરંતુ જયશ્રીબેનનો ઘરસંસાર ન બગડે જેથી જયશ્રીબેન મૂંગા મોઢે સહન કરી રહેતા હતા. પરંતુ સાસરી પક્ષ દ્વારા અતિશય ત્રાસ આપવાના કારણે તા.21/11/2020 ના રોજ જયશ્રીબેન પહેરેલ કપડે પોતાના પિયર ડીસામાં આવી ગયા હતા.

 

પરંતુ જયશ્રીબેનના પરિવારે પોતાની દીકરીનો ઘર સંસાર ન બગડે જેથી તેમના પરિવારે જયશ્રીબેનના સાસરી પક્ષના લોકોને અનેકવાર સમજાવ્યા હતા.

 

પરંતુ જયશ્રીબેનના સાસરી પક્ષના લોકો દ્વારા કોઇ જ પ્રકારે માનવા કે તૈયાર ન હોય જેથી જયશ્રીબેન દિનેશભાઇ જોષીએ ડીસા ઉત્તર પોલીસ મથકે પતિ પંકજભાઇ ગોવિંદભાઇ દવે, સસરા ગોવિંદભાઇ મણિશંકર દવે, સાસુ શોભનાબેન ગોવિંદભાઇ દવે અને દિયર પિયુષભાઇ ગોવિંદભાઇ દવે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!