બનાસકાંઠામાં ત્રીજી જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના 2.20 લાખ કિશોરોને કોરોના પ્રતિરોધક રસીનું રક્ષા કવચ અપાશે

Share

 

 

બનાસકાંઠા જીલ્લામાં આગામી તા. 3 જાન્યુઆરી-2022 ને સોમવારથી 15 થી 18 વર્ષના 2 લાખ 20 હજાર કિશોરોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.

 

 

15 થી 18 વર્ષની ઉંમરના કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે રાજ્ય સરકારની સુચના અને માર્ગદર્શન પ્રમાણે બનાસકાંઠા જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

 

આ ઉપરાંત આગામી તા. 10 જાન્યુઆરી પછી જીલ્લામાં 25,000 219 હેલ્થ વર્કરો અને 47,000 058 ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સને, 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા દર્દીઓને બૂસ્ટર ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા તા. 3 જાન્યુઆરી-2022 થી 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

 

બનાસકાંઠા જીલ્લામાં 759 સબ સેન્ટર, 125 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને જીલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ભણતા કિશોરોને રસી આપવા માટે જીલ્લા શિક્ષણાધિકારી સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યું છે. તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. એસ.એમ.દેવ અને જીલ્લા આર.સી.એચ.ઓ. ર્ડા. જીગ્નેશકુમાર હરિયાણી દ્વારા જણાવાયું છે.

 

બનાસકાંઠા જીલ્લાના તમામ હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સને પણ પ્રિકોશન (બૂસ્ટર) ડોઝ આપવામાં આવશે. આ સાથે 60 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ અને કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા દર્દીઓ કે જેઓએ અગાઉ

 

 

રસીના બંને ડોઝ લીધા હોય તેમને પણ તબીબની સલાહ મુજબ પ્રિકોશન (બૂસ્ટર) ડોઝ આપવામાં આવશે. જેથી આ રસીનો લાભ લઇને રસીકરણના કાર્યક્રમમાં સહભાગી થવા બનાસકાંઠા જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપિલ કરાઇ છે.

 

 

From-Banaskantha update

 

 

 

 


Share