દાંતામાં બેફામ કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત : કાર ચાલક ફરાર

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા

દાંતા તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત રહેતાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઇ રાત્રે દાંતા નજીક બારવાસ નજીક બાઇક ચાલકનો અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઇક ચાલકને એક બેફામ કારે ટક્કર મારતાં બાઇક ચાલક બાઇક સાથે રોડ પર પડી જતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું.
કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતાં અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી કાર લઇ ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું.
જેથી અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. દાંતા નજીક બારવાસ રોડ પર અકસ્માત સર્જાતાં યુવકનું મોત નિપજતાં યુવકને પી.એમ. અર્થે દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!