વડગામના માહીની ગૌચરની જમીન પચાવી પાડનાર 38 શખ્સો સામે ગુનો નોંધવા કલેક્ટરે હુકમ કર્યો

- Advertisement -
Share

 

વડગામ તાલુકાના માહી ગામની ગૌચર પચાવી પાડનાર 38 શખ્સો સામે ગુનો નોંધવા કલેક્ટરે હુકમ કરતાં ખળભળાટ મચી ગયો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, વડગામ તાલુકાના માહી ગામમાં સર્વે નં. 234 માં આવેલ ગૌચર, ટેઢુડી તળાવ, ધરોળિયું તળાવ અને પંચાયતની માલિકીની જમીનો ઉપર 38 જેટલાં શખ્સો દ્વારા દબાણ કરાયું હતું.

 

જેને લઇ ગામના અરજદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ઓનલાઇન ફરિયાદ કરાતાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં મળેલ બેઠકમાં ચકાસણી અધિકારીઓના અહેવાલમાં જમીનો ઉપરનો કબ્જો બિનઅધિકૃત હોવાનું જણાવતાં જીલ્લા

 

કલેક્ટર આનંદ પટેલ દ્વારા ગ્રામ પંચાયતના તલાટીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ દબાણદારો સામે અહેવાલ તૈયાર કરી દિન-7 માં પોલીસ ફરિયાદ નોંધાવવા હુકમ કરાતાં ગૌચર સહીત સરકારી જમીનો ઉપર દબાણો કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!