એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : નાયબ મામલતદાર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

નડીયાદ એ.સી.બી. પોલીસે છટકું ગોઠવી નાયબ મામલતદારને ઝડપી પાડયો

 

કઠલાલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જમીન વેચાણની એન્ટ્રીને પ્રમાણિત કરવા બદલ લાંચ માંગી હતી. એ.સી.બી. પોલીસે રૂ. 25,000 ની લાંચ સ્વીકારતા નાયબ મામલતદારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, કઠલાલ તાલુકાના પીઠાઇમાં રહેતાં એક વ્યકિતના કાકા અને દાદાની પીઠાઇ, તા. કઠલાલ, જી. ખેડામાં ખેતીની જમીન વેચાણ રાખેલ હતી. જેનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કઠલાલ સબ-રજીસ્ટ્રારની કચેરીમાં નોંધાયેલ હતો. જેની કાચી નોંધ પણ થઇ ગઇ હતી.

 

 

આ કાચી નોંધને 45 દિવસ પૂર્ણ થવા આવેલ હોવા છતાં સર્કલ ઓફીસરે તેને પ્રમાણિત કરી ન હતી. જેથી કઠલાલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર નરેન્દ્રસિંહ દીલાવરસિંહ ઝાલાનો સંપર્ક સાધ્યો હતો.

 

ત્યારે નાયબ મામલતદાર નરેન્દ્રસિંહ દીલાવરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ‘આજે છેલ્લો દિવસ છે હું આજે તમારી નોંધ નામંજૂર કરીશ તો તમારે પ્રાંત કચેરીમાં જવું પડશે.

 

માટે ‘તું રૂ. 45,000 આપી દે તો હું તારી એન્ટ્રી પ્રમાણિત કરી દઇશ’ આ સાંભળી જમીન ખરીદનારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. તેણે નાયબ મામલતદાર ઝાલાને વિનંતી કરી હતી. ગમે તે ભોગે આ એન્ટ્રી પ્રમાણે કરી દેવા જણાવ્યું હતું.

 

કેમ કે, નાયબ મામલતદાર જો એન્ટ્રી નામંજૂર કરે તો પ્રાંતમાં અપિલ કરવી પડે અને ઘણો સમય જાય તેમ હતો. જેથી તે વખતે રૂ. 20,000 નાયબ મામલતદાર ઝાલાને આપ્યા હતા અને બાકીના રૂ. 25,000 આપવાનો વાયદો કર્યો હતો.

 

જમીન ખરીદનાર આ નાણાં આપવા માંગતું ન હોય તેને નડીયાદ એ.સી.બી.ને ફરિયાદ કરી હતી. જેથી નડીયાદ એ.સી.બી.એ કઠલાલ મામલતદાર કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું.
આ છટકામાં રૂ. 25,000 ની લાંચ સ્વીકારતા નાયબ મામલતદાર નરેન્દ્રસિંહ દીલાવરસિંહ ઝાલા ( રહે. વૃંદાવન બંગ્લોઝ, ડભાણ રોડ, નડીયાદ) ને રંગેહાથ ઝડપી પાડયો હતો. નડીયાદ એ.સી.બી. પોલીસે લાંચીયા નાયબ મામલતદાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

કઠલાલ પીઠાઇમાં ખેતીની જમીન વેચાણ રાખી હતી. તેની કાચી નોંધ તા. 20 જૂન 2022 ના રોજ પડી હતી. કાચી નોંધને તા. 4 ઓગસ્ટના રોજ 45 દિવસ પૂર્ણ થવા છતાં નાયબ મામલતદારે કાચી નોંધ પ્રમાણિત કરી પાકી નોંધ મંજૂર કરી ન હતી.

 

જાગૃત નાગરીક કાકા અને દાદા રાખેલ ખેતીની જમીનની કાચી નોંધને 45 દિવસ થઇ ગયા હતા. જે અંગે નાયબ મામલતદારને મળતાં કહે કે, આજે છેલ્લો દિવસ છે હું આજે તમારી નોંધ નામંજૂર કરીશ તો તમારે પ્રાંત કચેરીમાં જવું પડશે કહી વ્યવહાર (લાંચ)ની માંગણી કરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!