પાલનપુરના એક શિક્ષકે વેકેશનમાં પણ હાજર રહી શાળામાં 500 વૃક્ષો ઉછેર્યાં

- Advertisement -
Share

પાલનપુરના ભૂતેડી પ્રાથમિક શાળાના શિક્ષક વેકેશન દરમિયાન પણ શાળામાં બે કલાક હાજરી આપી 500થી વધુ વૃક્ષોનું જતન કરી રહ્યા છે. તેમણે ગામના યુવાનોની પ્રકૃતિ રક્ષક સમિતિ બનાવી ગામમાં વૃક્ષારોપણનું અભિયાન છેડ્યું છે. ભુતેડી પે. કેન્દ્ર શાળામાં 8 વર્ષથી ફરજ બજાવતા પરેશકુમાર બાબુલાલ પુરોહિત ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન વિષય ભણાવે છે. તેઓ શિક્ષણની સાથે સાથે શાળામાં વૃક્ષો ઉછેરવામાં ખૂબ રસ દાખવે છે. એમના દ્વારા શાળામાં કિચન ગાર્ડન, ઔષધિ બાગ, ફળફળાદી તેમજ સુંદર વૃક્ષો વાવીને શાળાને શુશોભીત કરવામાં આવી છે.

 

 

 

 

શાળામાં વિદ્યાર્થી કે શિક્ષકનો જન્મ દિવસ હોય ત્યારે તે બાળક અને શિક્ષક પાસે વૃક્ષ વવડાવવામાં આવે છે. બાળકોને દર શનિવારે યોગ કરાવવામાં આવે છે. શાળામાં 18 લાખના ખર્ચે મલ્ટીમીડિયા હોલ તૈયાર કરવામાં ગામમાંથી અને દાતાઓ પાસેથી ફાળો એકત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા રહી છે. પરેશભાઈ પુરોહિત સાઈકલીંગ અને પર્વતારોહણનો શોખ ધરાવે છે. અત્યાર સુધી 4000 કિલોમીટર સાઇકલિંગ કરી ચુક્યા છે. તેઓ 151 કીલોમીટરની યાત્રા પણ કરેલ છે. અંબાજી અમીરગઢ અને માઉન્ટ આબુના ડુંગરોનું પર્વતારોહણ કરી ચુક્યા છે તેઓ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકનો પણ એવોર્ડ મેળવ્યો છે.

 

 

 

 

પરેશભાઇ શાળાના સમય કરતાં એક કલાક વહેલા આવી એમના વર્ગના બાળકોમાં રહેલી કચાશ દૂર કરવા માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. હાલમાં પાલનપુર ખાતે સ્થાઈ રહેવા છતાં પોતાની બે દીકરીઓને પાલનપુરથી એમની સાથે લાવીને ભુતેડી પે. કેન્દ્ર શાળામાં શિક્ષણ અપાવે છે અને વાલીઓને સરકારી શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે વિશ્વાસ અપાવે છે. તેમના પ્રયાસોથી સ્કૂલમાં ડ્રોપઆઉટ રેસિયો પણ નાબૂદ થયો છે. પરેશભાઈએ જણાવ્યું હતું કે પ્રાથમિક શાળામાં ઉચ્ચ સંસ્કારો સાથે પાયાનું શિક્ષણ મળે છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!