બાબરી કેસમાં 28 વર્ષ પછી ચુકાદો :તમામ 32 આરોપીઓ નિર્દોષ

- Advertisement -
Share

બાબરી કેસમાં 28 વર્ષ પછી ચુકાદો :તમામ 32 આરોપીઓ નિર્દોષ, અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર પરનું 28 વર્ષનું કલંક ભૂંસાયું; ઘટના પૂર્વઆયોજિત નહોતી, અચાનક બની હતી- જજ આજે રિટાયર

28 વર્ષ, 2500 પેજની ચાર્જશીટ, 351 સાક્ષી, અડવાણી સહિત 32 આરોપી
અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત 48 લોકો વિરુદ્ધ FIR થયા હતા, તેમાંથી 16 લોકોનાં નિધન થઈ ગયાં
1993માં હાઇકોર્ટના આદેશ પર લખનઉમાં સ્પેશિયલ કોર્ટ બની, 994 સાક્ષીનું લિસ્ટ હતું

બાબરી વિવાદિત ઈમારત તોડી પાડવા કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટ દ્વારા સોમવારે મહત્વનો ચુકાદો આપ્યો છે. જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. કુલ 48 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાંથી 16 લોકોના નિધન થઈ ગયા છે.

અપડેટ્સ

બધા આરોપીઓ નિર્દોષ, ઘટના પૂર્વઆયોજિત નહતી, અચાનક થઈ હતી
જજે ચુકાદો વાંચવાની શરૂઆત કરી, કહ્યું- ઘટના અચાનક થઈ હતી, પૂર્વઆયોજિત નહતી.
કોર્ટમાં 6 આરોપી હાજર નથી. લાલ કૃષ્ણ અડવાણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચુકાદો સાંભળશે. જ્યારે મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, શિવસેના પૂર્વ સાંસદ સતીશ પ્રધાન, મહંત નૃત્યગોપાલ દાસ, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ પણ કોર્ટ પહોંચ્યા નથી. તે સિવાય અન્ય દરેક આરોપી હાજર છે. 12થી 2 વાગ્યા સુધીમાં કોર્ટનો ચુકાદો આવશે. સ્પેશિયલ જજ એસ કે યાદવ કોર્ટ પહોંચી ગયા છે.
સ્પેશિયલ જજ એસકે યાદવના કાર્યકાળનો આજે અંતિમ દિવસ છે. 30 સપ્ટેમ્બર 2019ના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને 30 સપ્ટેમ્બર 2020 સુધી સેવા વિસ્તરણ આપ્યું છે.

અડવાણી-ઉમા સહિત પાંચ નેતા હાજર નહીં રહે
બાબરી ધ્વંસ કેસ પર ચુકાદાના સમયે પાંચ આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, શિવસેના સાંસદ રહેલા સતીશ પ્રધાન, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ હાજર રહેશે નહીં. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ કોર્ટમાં હાજર થવા માટે લખનઉ પહોંચી ગયા છે. થોડા દિવસ પહેલાં તેઓ કોરોનામાં ઝડપાઈ ગયા હતા, ત્યાર પછીથી તેમની સારવાર ચાલતી હતી.

મહંત નૃત્યગોપાલ દાસ તેમની ખરાબ તબિયતને કારણે હાજર થવાના નથી. તેમના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું હતું કે મહંત નૃત્યગોપાલ દાસ મહારાજની તબિયત સારી નથી. કોરોના સંક્રમિત થયા પછી તેઓ બહાર નથી જતા. તેમની નિયમિત મેડિકલ તપાસ કરવામાં આવે છે. કોર્ટને બધું ખબર જ છે, તેથી તેઓ કોર્ટમાં હાજર થવાના નથી. તેઓ મણિરામ છાવણીમાં રહીને જ કોર્ટનો ચુકાદો સાંભળશે.

6 ડિસેમ્બર 1992ના રોજ 10 મિનિટના અંતરે દાખલ થઈ બે FIR

પહેલી એફઆઈઆર કેસ નંબર 197/92ને પ્રિયવદન નાથ શુક્લએ સાંજે 5.15 વાગે બાબરી ધ્વંસ મામલે બધા અજ્ઞાત લોકો વિરુદ્ધ કમલ 395, 397, 332, 337, 338, 295, 295 અને 153એમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી એફઆઈઆર કેસ નંબર 198/92ની ચોકી ઈન્ચાર્જ ગંગા પ્રસાદ તિવારી તરફથી આઠ લોકોના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ભાજપના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, ડૉ. મુરલી મનોહર જોશી, તે સમયના સાંસદ અને હજરંગ દળના પ્રમુખ વિનય કટિયાક, તે સમયના વીએચપી મહાસચિવ અશોક સિંઘલ, સાધ્વી ઋતંભરા, વિષ્ણુ હરિ ડાલમિયા અને ગિરિરાજ કિશોર સામેલ હતા. તેમના વિરુદ્ધ કમલ 153એ, 153બી, 505માં કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો.
ત્યારપછી જાન્યુઆરી 1993માં 47 અન્ય કેસ નોંધવામાં આવ્યા હતા. તેમાં પત્રકારો સાથે મારઝૂડ અને લૂંટ-ફાંટ જેવા આરોપ લગાવાવમાં આવ્યા હતા.

17 વર્ષ ચાલી લિબ્રહાન આયોગની તપાસ
6 ડિસેમ્બર 1992ના 10 દિવસ પછી જ કેન્દ્ર સરકારે લિબ્રહાન આયોગની રચના કરી હતી. તેને 3 મહિનામાં પોતાનો રિપોર્ટ આપવાનો હતો, પરંતુ તેણે તપાસમાં 17 વર્ષ લીધાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન અંદાજે 48 વખત આયોગનું વિસ્તરણ કરવામાં આવ્યું.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આયોગ પર આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. 30 જૂન 2009ના રોજ આયોગે તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ તપાસ રિપોર્ટના કોઈપણ પ્રયોગ કેસમાં કરવામાં આવ્યો નહીં અને સીબીઆઈએ આયોગના કોઈ સભ્યનું નિવેદન પણ લીધું નથી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!