બનાસકાંઠામાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઇ

- Advertisement -
Share

 

સમગ્ર વિશ્વમાં 60 માં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની જાણીતી ગ્રાહક હીત, હક્ક અને રક્ષક સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જીલ્લામાં ઠેર-ઠેર વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઇ છે.

 

 

સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલ 31 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કન્ઝયુમર ક્લબની સ્થાપના કરાઇ છે.

 

 

જયારે તમામ શાળાઓમાં પણ વિવિધ પ્રતિયોગિતાઓ, શિબિર, સેમિનાર અને સાહીત્ય વિતરણ વગેરે કાર્યક્રમોનું આયોજન કરી મંગળવારે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઇ હતી. આ અંગે જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યકરોએ જીલ્લામાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજી ઉજવણી કરી હતી.

 

 

જ્યારે સંસ્થાના પ્રમુખ અને જાણીતા ગ્રાહક ચળવળકાર કિશોરભાઇ દવે, મહેસાણા જીલ્લાના, વિસનગર તાલુકા તેમજ અરવલ્લી જીલ્લા, મોડાસામાં જીનીયસ હાઇસ્કૂલમાં યોજાયેલ સેમિનાર અને તાલીમ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી વિશાળ સંખ્યામાં ગ્રાહકોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!