ડીસા 108ને ઝેનાલ ગામે બાવળની ઝાડીઓમાંથી દર્દી મળેલ, દર્દી પાણીની બૂમો પાડતું હતું

- Advertisement -
Share

ડીસા 108 માનવતાનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડેલ, આજ રોજ સવારે 07:08 મીનીટે ડીસા રેલવે સ્ટેન્ડ જેનાલ પાસે નીચે કોઈ માણસ દીવાલ પરથી પડેલ છે એવું 108ને જણાવેલ. કેસ મળતાની સાથે 108 ડીસા EMT પ્રદિપભાઇ પાઇલોટ દલપતભાઈ પરમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

 

 

 

 

ત્યારે દર્દી રેલવે સ્ટેન્ડની અવાવરું જગ્યા વુક્ષઓની (બાવળ)જાડીમાંથી મળી આવેલ, અંદાજિત 20 ફુટ ઉંચાઈ પરથી પડેલ પૂછતાં તેણે જણાવેલ કે તારીખ 26/06/2021ના રોજ બપોરે 2 વાગ્યે દીવાલ પર સુતા હતા તો અચાનક ઊંઘમાં પડી ગયા હતા.

 

 

 

સવારે રેલવેને સ્ટાફ એ સુરેસભાઈ પરમાર બૂમો પાડતા હતા ત્યારે રેલવેનો સ્ટાફ એ 108 એમ્બ્યુલન્સ જે જાણ કરતા તાત્કાલિક ડીસા સ્થિત 108 ઘટના સ્થળે પહોંચીને દર્દીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 

 

 

EMT પ્રદીપભાઈને દર્દીને જમણા પગમાં ફ્રેક્ચર થયેલ છે એવું લાગતા તાત્કાલિક એ ભાગને સ્પીલિન્ટ કરીને 108ના અમદાવાદ ફીઝિસિયનની સલાહ મુજબ જરૂરી ઇન્જેક્શન તથા અન્ય દવાઓ દ્વારા સારવાર આપીને સ્ટેબલ કરવામાં આવ્યા હતા. દર્દી સુરેશભાઈ મશરૂભાઈ પરમાર ઉ.વર્ષ 45 રહેવાસી જેનાલની સ્થિતિ નોર્મલ થતા તેમને વધુ સારવાર માટે નજીકમાં આવેલ ડીસાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!