પાલનપુરની સરકારી સિવિલમાં ગુડ ફેલો હોસ્પિટલનું નવાબી સ્ટ્રક્ચર તોડી પડાશે : નવી ઇમારત ઉભી કરાશે

- Advertisement -
Share

જૂના કવાટર્સ તોડીને નવું રૂ. 16 કરોડના ખર્ચે 7 માળનું ટ્રોમા સેન્ટર બનાવવાની કામગીરી

પાલનપુરની સીમલા ગેટ સ્થિત સિવિલ હોસ્પિટલનો કબજો બનાસ ડેરીના ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ટ્રસ્ટ પાસે આવ્યા બાદ સતત બાંધકામો આચરાઇ રહ્યા છે કે વાહનો ક્યાં પાર્ક કરવા તેની મુશ્કેલી સર્જાઇ રહી છે.

તેવામાં આવનારા સમયમાં સિવિલ હોસ્પિટલની વચ્ચોવચ આવેલુ જૂનું સ્ટ્રક્ચર તોડી નવી ઇમારત ઉભી કરવામાં આવશે.
હાલમાં પી.એમ. રૂમની બાજુમાં નવા ટ્રોમા સેન્ટર માટે બાંધકામની શરૂઆત કરાઇ છે. તબક્કાવાર એક પછી એક કામો ચાલશે આવનારા વર્ષોમાં સિવિલની સુરત બદલાઇ જશે.

 

સરકારી હોસ્પિટલમાં જ્યાં જૂના ટ્રોમા સેન્ટરની બાજુમાં 2 વર્ષથી ચાલતું નવિન સ્ટ્રક્ચર બનાવીને તૈયાર કરાયું છે. ત્યાં હવે પી.એમ. રૂમની બાજુમાં જ્યાં અગાઉ જૂના ક્વાટર્સ હતા તે તોડીને 7 માળનું રૂ. 16 કરોડના ખર્ચે અત્યાધુનિક ટ્રોમા સેન્ટર અને વોર્ડ રૂમ બનાવવામાં આવનાર છે.
પાલનપુર સિવિલ હોસ્પિટલના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, ‘ગરીબ પરિવાર માટે આશિર્વાદ રૂપ બનાસ હોસ્પિટલ આવનારા દિવસોમાં અત્યાધુનિક સરકારી સિવિલ હોસ્પિટલ બનશે અને 900 બેડની હોસ્પિટલ તૈયાર થશે.’

 

જોકે, વિકાસની આ કેડી વચ્ચે પાલનપુર સિવિલ હોસ્પિટલનું ભવ્ય હેરીટેજ લુક આવનારા દિવસોમાં જોવા નહીં મળે. નવાબ કાળમાં ગુડફેલો હોસ્પિટલના નામથી જાણીતી સિવિલને જમીન દોસ્ત કરી અંડર ગ્રાઉન્ડ
પાર્કીંગ સાથે 8-9 માળની મોર્ડન લુક સાથેની હોસ્પિટલ બનાવવામાં આવશે. જેથી શહેરી વિસ્તારના દર્દીને ક્યાંય બહાર જવું ન પડે. મોરીયાની હોસ્પિટલમાં મોટી હોસ્પિટલ બનનાર હતી પરંતુ તેના માટે અન્યત્ર વિચારણા ચાલી રહી છે.

 

પાલનપુર સિવિલને અડીને પાલનપુર નગરપાલિકાનો ગેટ, આરોગ્ય ધામ સામેની નગરપાલિકાની માલિકીની દુકાન અને સીટી પોલીસ સ્ટેશનની આગળના રોડ સુધીની વિશાળ જગ્યા આવેલી છે.
જેમાં ઘણી વખત સીમલા ગેટ તરફના વળાંકમાં એમ્બ્યુલન્સને આવવામાં મુશ્કેલી સર્જાય છે. તેવામાં સિવિલના ભવિષ્યના આયોજન મુજબ આરોગ્ય ધામ સામેની નગરપાલિકાની લીઝની કોઇક દુકાનો મેળવી રસ્તો કરાશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!