થરાદના રાહમાં સીમના ખેતરોમાંથી પસાર થતી સુજલામ્-સુફલામ્ કેનાલના આવન-જાવન માર્ગને લઇ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

ખેતરમાંથી કેનાલ પસાર થવાથી તે સમયે ખેતરના 2 ભાગ થયા હતા

 

થરાદના રાહમાં સીમના ખેતરોમાંથી કેનાલ પસાર થાય છે. ત્યાં પિતરાઇ ભાઇઓના ખેતરો આવેલા છે. આવન-જાવન બાબતે માથાકૂટ થતાં જીવ લેવાના પ્રયાસો કર્યાં હતા. જે ડેરીના સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થયા હતા. જેની ફરિયાદ નોંધાઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, થરાદના રાહમાં સીમના ખેતરોમાં સરદાર સરોવર નર્મદા નિગમની સુજલામ્-સુફલામ્ કેનાલ પસાર થાય છે. જેને કારણે ખેતરોના 2 ભાગ પાડેલા છે.
જેના સર્વે નં. 739 અને 740 છે. જે ખેતરમાંથી પણ કેનાલ પસાર થવાથી તે સમયે ખેતરના 2 ભાગ થયા હતા અને કેનાલ પરથી એકબીજાના ખેતરમાં જવા-આવવા માટેનો કાયમી શેરી રસ્તો આવેલો છે.
જે રસ્તા પરથી કેનાલ થઇ તે સમયથી બંને ખેતરોવાળા ચાલે છે. જ્યાં ખેતરનો વર્ષો જૂનો રસ્તો આવેલો છે. જેમાં પિતરાઇ સામેવાળા ત્રણેય ભાઇઓમાં એક દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી છે.
બીજા પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવે છે અને ત્રીજા ગજાભાઇ ખેતી કામ કરે છે. જે ત્રણેય માથાભારે ભાઇઓ તા. 6 ઓક્ટોબરના રોજ ખેતરમાંથી ગામમાં જવા માટે નીકળ્યા હતા.
તે સમયે રોકીને કહ્યું હતું કે, તમારો અહીં કોઇ માર્ગ નથી. તેમ કહી મા-બેન સામા અપશબ્દો બોલ્યા હતા. જેથી તેઓ ઝઘડો કરવાની સ્થિતિમાં દેખાતાં હોવાથી હું બીકના માર્યો અને ત્યાંથી સીધો મારા ઘરે આવી
ગયો તેમજ ઘરે આવતાં મારો ભાઇ હેમાભાઇ આર્મીમાં નોકરીમાંથી રજા પર ઘરે આવેલો જોયો હતો. જેથી તેને આ બાબતે વાત કરતાં સવારના બાઇક લઇને તેમના ખેતરમાંથી રસ્તામાં જતા હતા.
તે સમયે તેમના ઉપર જે.સી.બી. મશીન વડે હુમલો કરવાની કોશિષ કરાઇ હતી. જેથી ખોટું વેર-ઝેર ન વધે માટે મારો ભાઇ શાંત રીતે ઘરે પરત આવી ગયો હતો તેમ ફરિયાદમાં જણાવ્યું હતું.

 

ત્યારબાદ ખેતરના કામ માટે ટ્રેકટર લઇને ગામમાં જતો હતો. તે વખતે દૂધની ડેરીના મંત્રીએ ડેરીની સામે મારા ભાઇના ટ્રેકટરની સામે જે.સી.બી. મશીન મૂકી કેમ્પર ગાડીમાં જીવલેણ હથિયારો સાથે હુમલો કરવા આવ્યા હતા.
જેમાં મારો ભાઇ ટ્રેકટર મૂકીને નીકળી ગયો હતો. જે બાબતનો પૂરાવા તરીકેનો વિડીયો અમારી પાસે છે. બનાવ વખતના દૂધની ડેરીના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવે તેવો ઉલ્લેખ કર્યો છે.
જેથી ભૂપેન્દ્રકુમાર મસરાજી રાજપૂતે તેના થતાં પિતરાઇ ભાઇઓ રૂપાભાઇ મઘાજી રાજપૂત, નગાભાઇ રૂપાભાઇ રાજપૂત અને ગજાભાઇ રૂપાભાઇ રાજપૂત સામે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા મામલતદાર, પ્રાંત અધિકારી, ડી.વાય.એસ.પી. કચેરી અને પી.આઇ. ને લેખિત રજૂઆત કરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!