ચારધામના પુરોહિતોએ PM મોદીને લોહીથી લખેલો પત્ર મોકલાશે : ‘અમારા હક સાથે થઈ રહ્યો છે ખિલવાડ’

Share

ઉત્તરાખંડમાં દેવસ્થાનમ બોર્ડ એક્ટ સાથે જોડાયેલા વિવાદમાં નવો વળાંક આવી ગયો છે. ચારધામના તીર્થ પુરોહિતોએ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા બોર્ડને ભંગ કરવાની માંગને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા માટે અરજ કરી છે. આ પુરોહિતોએ વડાપ્રધાન મોદીને પોતાના લોહીથી પત્ર લખ્યો છે, જેમાં ચારધામમાં ચાલી આવતી જૂની પરંપરાઓને બચાવવા માટે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.

[google_ad]

અખિલ ભારતીય તીર્થ પુરોહિત યુવા મહાસભા અને શ્રી કેદારનાથ ધામના તીર્થ પુરોહિત સંતોષ તિવારીના હસ્તાક્ષરવાળા આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા દેવસ્થાનમ બોર્ડ બનાવવાનું પગલું સનાતન ધર્મની પૌરાણિક પરંપરાઓ સાથે ચેડાં છે. પુરોહિતોના હક, હુકુકોંની સાથે બળજબરીથી ખિલવાડ કરવામાં આવી રહ્યા છે, જે ન્યાયસંગત નથી. આ પ્રકારની વાતો લખતાં સંતોષ ત્રિવેદીએ વડાપ્રધાન મોદીને મામલામાં દખલ દઈને બોર્ડને ભંગ કરવાની માંગ કરી છે.

[google_ad]

આ અંગે ચારધામના તીર્થ પુરોહિતોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટના માધ્યમથી આ લોહીથી લખેલો પત્ર મોકલવામાં આવશે. ચારધામ સાથે જોડાયેલા પુરોહિતો અને સમિતિઓ સહિત 47 મંદિરોએ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનક મેનેજમેન્ટ બોર્ડના વિરોધમાં 17 ઓગસ્ટથી સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીઓ ત્રિવેન્દ્ર સિંહ રાવત ,તીરથ સિંહ રાવત બાદ પુરોહિતોએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીથી પણ આ મામલામાં નિરાશ થવાની વાત કહેતાં પુરોહિતોએ મોટા સ્તર પર આંદોલન કરવાની ચેતવણી આપી હતી.

[google_ad]

Advt

ઉલ્લેખનીય છે કે, ચારધામ તીર્થ પુરોહિત હક હકુકધારી મહાપંચાયત એ જ સંસ્થા છે જેણે દેવસ્થાનક બોર્ડના વિરોધમાં મોરચો ખોલવાનું નેતૃત્વ કર્યું છે. મીડિયા અહેવાલ મુજબ, આ સંસ્થાના અધ્યક્ષ કૃષ્ણકાંત કોઠિયાલે જણાવ્યું હતું કે, ‘નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી માત્ર નિવેદનો આપીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરીને બોર્ડના મામલાને જોવાની વાત કરનારી ધામીની રાજ્ય સરકાર પુરોહિત સમુદાયના હિતો માટે ગંભીર નથી લાગતી.’

 

From – Banaskantha Update


Share